VADODARA : શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને UCC ના ફોર્મ આપતા વિવાદ
VADODARA : વડોદરા પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પશ્ચિમ વિસ્તારની કેટલીક શાળા દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીઓને યુનિફર્મ સિવિલ કોડના ફોર્મ આપવામાં આવ્યા છે. સાથે જ આ ફોર્મ ભરીને નહીં આપે તો પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવે તેવો આરોપ મુકવામાં આવ્યો છે. જેને પગલે વિવાદ સર્જાયો છે. અને સામાજીક કાર્યકર વાલીઓને સાથે રાખીને શાળાએ પહોંચ્યા છે. અને આ વાતનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. (VMC OWNED NAGAR PRATHMIK SCHOOL STUDENTS GIVE VCC FORMS CONTROVERSY - VADODARA)
વાલીની સહી અને મોબાઇલ નંબર લખીને પરત આપવા જણાવ્યું
તાજેતરમાં સામાજીક કાર્યકર અને વકીલ અસ્ફાક મલેક વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં સાથે રાખીને નગર પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનને રજુઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, વડોદરા પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની પશ્ચિમ વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓને 13 પ્રશ્નો સાથેનું યુનિફોર્મ સિવિલ કોડના ફોર્મ અપાયા છે. આ ફોર્મમાં વાલીની સહી અને મોબાઇલ નંબર લખીને પરત આપવા જણાવ્યું છે. જો તેને પરત કરવામાં નહીં આવે તો પરીક્ષામાં બેસવા નહીં દેવામાં આવે તેવી ચિમકી આપી હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે.
તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે
આ અંગે તેમણે તમામ સાથે મળીને શિક્ષણ સમિતિના ચેરમેન નિષીધ દેસાઇને વિગતવાર રજુઆત કરી હતી. સાથે અસ્ફાક મલેકે માંગ કરી કે, શિક્ષણ સમિતિની શાળામાં જે શિક્ષકો દ્વારા આ ફોર્મ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. તે જવાબદાર તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
ફોર્મ આપવા અંગે તપાસ કરવામાં આવશે
બીજી તરફ ચેરમેન તથા શાસનાધિકારીએ જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આ પ્રકારના કોઇ પણ ફોર્મ આપવામાં આવ્યા નથી. આ ફોર્મ આપવા અંગે તપાસ કરવામાં આવશે. અને જો તેમાં તથ્ય જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : સામાજીક કાર્યકરને લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ધમકી