VADODARA : VMC માં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!
VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) ના વ્હીકલ પુલ (VEHICLE POOL - VADODARA) માં ખખડધજ વાહનોનો (SCRAPE LIKE VEHICLES - VADODARA, VMC) ખડકલો જોવા મળી રહ્યો છે. કોઇક વાહનના ટાયર ઘસાઇ ગયા છે, તો કોઇકના નંબર પ્લેટના ઠેકાણા નથી. આ વાહનોનો ઉપયોગ કરીને પાલિકા દ્વારા શહેરભરમાં વિવિધ કાર્યો કરવામાં આવે છે. આ વાહનોને પહેલી નજરે જોતા તે ઉપયોગ કરવા માટે અનફિટ હોવાનો અંદાજ લગાડવો સહેલો છે. પરંતુ પાલિકા દ્વારા આ વાહનોના ફિટનેશ રિન્યુ કરાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે આશ્ચર્યજનક વાત સામે આવી કે, પાલિકાની ઢોર પાર્ટી પાસે તો પુરતા વાહનો પણ નથી.આ જાણીને સિમિત સંસાધનો વચ્ચે શહેરભરમાં કામ કરતી પાલિકાની ટીમને સલામ કરવાનું મન થાય, તો બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા વાહનો અંગે યોગ્ય નિર્ણય લેવામાં દાખવામાં આવતી ઉદાસીનતા સામે રોષ જાગે તેવું છે.
કોઇકના નંબર પ્લેટના ઠેકાણા નથી
વડોદરા પાલિકા કહેવા માટે તો સ્માર્ટ છે. પરંતુ તે સ્માર્ટ નિર્ણયો લેવામાં મોડું કરી દેતું હોય છે. આ વાતની સાબિતી આપે છે પાલિકાની વ્હીકલ પુલ વિભાગ. અહિંયા પાલિકાના ખખડધજ હાલતમાં વાહનોને મુકવામાં આવે છે. આ વાહનોનો ઉપયોગ પાલિકાનું તંત્ર રોજબરોજના કામોમાં કરે છે. અહિંયા મુકેલા વાહનોમાંથી કોઇક વાહનના ટાયર ઘસાઇ ગયા છે, તો કોઇકના નંબર પ્લેટના ઠેકાણા નથી. છતાં તેના સિવાય કોઇ વિકલ્પ ના હોવાના કારણે તેનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જે એક રીતે તો જોખમી છે.
ઢોર પાર્ટી પાસે પુરતા વાહનો નથી
વડોદરા પાલિકાના વ્હીકલ પુલના મેનેજર જે. આર. ભાભોરએ મીડિયાને જણાવ્યું કે, આરટીઓ ફિટનેશ પાર્સિંગની કાર્યવાહી ચાલુ જ છે. જે વાહનોની પૂરી થાય છે, તેનું સર્ટીફીકેટ લઇ લેવામાં આવે છે. જે વાહનો સ્ક્રેપ વાહનો છે, તેમને સાહેબોની મંજુરી મળીને તેને સેન્ટ્રલ સ્ટોરમાં જવા કરાવવામાં આવે છે. આવા 66 વાહનોની મંજુરી મળેલી છે. ઢોર પાર્ટી પાસે પુરતા વાહનો નથી. આ વાત અમે અગાઉ પણ કહી ચુક્યા છે. તેમની ચાર ટીમો એક્ટીવ હોય છે. આપણી નવા વાહનોની ખરીદીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ત્યાર બાદ આ વાહનોનો સ્ક્રેપ કરીને નવા વાહનોને કામમાં લગાવીશું.
આ પણ વાંચો -- VADODARA : Stellar Kitchen, Hotel Legend તથા અન્યત્રેથી સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય પદાર્થો મળ્યા