VADODARA : પ્લેન ક્રેશમાં મૃતકના કોમ્પલેક્ષ બહારના દબાણો તાત્કાલિક દુર કરાયા
- પ્લેન ક્રેશમાં મૃતકના કોમ્પલેક્ષ બહાર ગેરકાયદેસર દબાણોનો રાફડો
- ખાણી-પીણીની લારીના સંચાલકો અને ગ્રાહકો દ્વારા ગેરવર્તણુંક કરવામાં આવતી હોવાની રાવ
- મામલો સપાટી પર આવતા જ પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક શેડ, લારીના દબાણો દુર કરવામાં આવ્યા
VADODARA : અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) માં વડોદરા (VADODARA) ના કલ્પનાબેન પ્રજાપતિનું મોત નિપજ્યું છે. તેમના માંજલપુર સ્થિત નિવાસ સ્થાને હાલ સગા-સંબંધિઓની અવર-જવર વધારે છે. દરમિયાન તેમની ધનલક્ષ્મી કોમ્પલેક્ષ બહાર ખાણી-પીણીની લારીઓના દબાણ હોવાના કારણે મુશ્કેલી સર્જાતી હતી. અને આ મામલે અગાઉ સ્થાનિકો અને લારી ધારકો તથા ગ્રાહકો જોડે બોલાચાલી પણ થઇ હતી. આ મામલો સપાટી પર આવતા જ પાલિકા દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો (VMC REMOVE ENCROACHMENT) છે. કોમ્પલેક્ષની માર્જિન વાળી જગ્યામાં પાલિકા દ્વારા 7 કેબિન અને 6 શેડ દૂર કરવામાં આવ્યા છે. અને વેપારીને કડક સૂચના આપવામાં આવી છે.
લારીઓનું દબાણ હોવાના કારણે પાર્કિંગની સમસ્યા ઉદ્ભવતી
પ્લેન ક્રેશમાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી કોમ્પલેક્ષમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિનું મૃત્યું થયું છે. આ વાત જાણતા જ તેમના મિત્ર, પરિજનો તેમના ઘરે આવી રહ્યા છે. મૃતકના કોમ્પ્લેક્ષ બહાર ખાણી-પીણીની લારીઓનું દબાણ હોવાના કારણે પાર્કિંગની સમસ્યા ઉદ્ભવતી હતી. પ્લેન ક્રેશની ઘટના બાદ પણ લારી ધારકો, તેમના ગ્રાહકો અને કોમ્પ્લેક્ષના રહીશો વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થઇ હતી. આખરે આ મામલો મીડિયા થકી સપાટી પર આવતા પાલિકાનું તંત્ર જાગ્યું હતું.
કેબિન અને શેડ્સના દબાણો દુર કરીને સામાન જપ્ત કરવામાં આવ્યો
ઘટના સામે આવ્યા બાદ બીજા દિવસે જ પાલિકાની વોર્ડ નં - 18 ની ટીમો દ્વારા દબાણ શાખાને સાથે રાખીને દબાણો દુર કરવામાં આવ્યા છે. કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ઉભા કરી દેવામાં આવેલા કેબિન અને શેડ્સના દબાણો દુર કરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે વોર્ડ ઓફિસર દ્વારા વેપારીઓને ફરી દબાણ નહીં કરવા અંગે નોટીસ પાઠવીને કડક સૂચના આપી છે.
આ પણ વાંચો --- Gujarat Rain : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનુ મોત