VADODARA : Stellar Kitchen, Hotel Legend તથા અન્યત્રેથી સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય પદાર્થો મળ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં જાણીતી હોટેલ અને રેસ્ટોરેન્ટ્સમાંથી બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળવાનો સિલસિલો જારી છે. તાજેતરમાં પાલિકા (VADODARA - VMC) દ્વારા વિવિધ જગ્યાઓએથી ખાદ્યપદાર્થોના નમુના મેળવ્યા હતા. અને તેને તપાસ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ નમુનાઓના ચોંકાવનારા પરિણામ હાલ સામે આવ્યા છે. જેમાં જાણીતી રેસ્ટોરેન્ટ Stellar Kitchen, અને હોટેલ Hotel Legend તથા અન્યત્રેથી સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય પદાર્થો મળી આવ્યા છે. Stellar Kitchen માંથી અગાઉ પણ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.
1 નમુનો અનસેફ અને 10 નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યા
તાજેતરમાં વડોદરા પાલિકાની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી મુખવાસ, પનીર, ગોળ, આઇસક્રીમ, ઘી, ડ્રાયફ્રુટ, વગેરેનું વેચાણ કરતા રીટેઇલર, ડિસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરેન્ટ, મેન્યુફેક્ચરર ને ત્યાં સઘન ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું. અને ત્યાંથી નમુનાઓ એકત્ર કરીને તપાસ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાંથી 11 નમુનાઓના પરિણામ સામે આવ્યા છે. જેમાં 1 નમુનો અનસેફ અને 10 નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. જેમાં જાણીતી રેસ્ટોરેન્ટ Stellar Kitchen, અને હોટેલ Hotel Legend નો પણ સમાવેશ થાય છે
વાંચો પાલિકાની યાદી, કોને ત્યાંથી શું બિન આરોગ્યપ્રદ મળી આવ્યું
આ પણ વાંચો -- Weather Report : એકવાર ફરી ઠંડી મચાવશે કહેર! ચિંતા વધારે એવી હવામાન વિભાગે કરી આગાહી