ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સરકારી શાળાની બહાર ઉકરડા જેવી સ્થિતી, VMC નિષ્ક્રિય

VADODARA : આ મામલે અમે વોર્ડ કક્ષાએ વારંવાર રજુઆતો કરી છે. કેટલીક વખત ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે, પરંતુ તે નિયમીત આવતા નથી - શિક્ષક
01:34 PM Feb 24, 2025 IST | PARTH PANDYA
VADODARA : આ મામલે અમે વોર્ડ કક્ષાએ વારંવાર રજુઆતો કરી છે. કેટલીક વખત ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે, પરંતુ તે નિયમીત આવતા નથી - શિક્ષક

VADODARA : વડોદરા (VADODARA) પાલિકાની શિક્ષણ સમિતિની શાળાની બહાર જ ઉકરડા જેવી સ્થિતી જોવા મળી રહી છે. આ ગંદકી દુર કરવા માટે વિવિધ સ્તરે રજુઆત કર્યા બાદ પણ હજી સુધી કોઇ નિકાલ આવ્યો નથી. ખાસ કરીને શહેરભરમાં સ્વચ્છતા જાળવવાની જેમની જવાબદારી છે, તેવા પાલિકાના વોર્ડ કક્ષાએ પણ કોઇ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઇને હવે ક્યાં જઇને આ સમસ્યા દુર કરવા માટે રજુઆત કરવી જેથી તેનો ઉકેલ આવે, તે સ્થાનિકો અને શાળા સંચાલકોને સમજાતું નથી. (GOVT SCHOOL OUTSIDE FULL OF GARBAGE - VADODARA)

બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતી વચ્ચેથી બાળકો અને વાલીઓએ પસાર થવું પડે

વડોદરા શહેરના મકરપુરા વૈકુંઠધામ પાસે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેળવણીકાર ગીજુભાઇ બધેકા પ્રાથમિક શાળા આવેલી છે. અહિંયા આશરે કુલ 800 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ગોમાં અભ્યાસ કરે છે. આ શાળા બહાર ઉકરડા જેવી સ્થિતી છે. જેને પગલે રોડ આવતા-જતા બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતી વચ્ચેથી બાળકો અને વાલીઓએ પસાર થવું પડે છે. આખરે વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવવા માટે શાળાના શિક્ષક આગળ આવ્યા છે.

ડોર ટુ ડોરની ગાડીઓ નિયમીત નથી

વડોદરા પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેળવણીકાર ગીજુભાઇ બધેકા પ્રાથમિક શાળાના શિક્ષક પિનાકીન પટેલ મીડિયાને જણાવ્યું કે, આ મામલે અમે વોર્ડ કક્ષાએ વારંવાર રજુઆતો કરી છે. અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી અને ચેરમેનને પણ વારંવાર રજુઆતો કરી છે. કેટલીક વખત ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે, પરંતુ તે નિયમીત આવતા નથી. આ બાબતે ચેરમેન પણ ચિંતિત છે. સ્થાનિક કોર્પોરેટરોને રજુઆત કર્યા બાદ પણ તેનો નિકાલ આવતો નથી. અમારી શાળા ટીપી માં આવેલી છે, અહિંયાથી જતો રસ્તો આજે નહિં તો ભવિષ્યમાં થશે. વિસ્તારના લોકો સવારે 5 વાગ્યે આવીને કચરો નાંખી જાય છે.

આ પણ વાંચો --- VADODARA : દેણા ખાતે બફર તળાવની કામગીરી શરૂ, વિશ્વામિત્રી પ્રોજેક્ટનો આરંભ

Tags :
fearedfullGarbageGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshygienelackofoutsideSchoolTeachersVadodaraVMC
Next Article