Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્લોટર હાઉસમાંથી બારોબાર પશુનું માંસ-ચામડું વેચવાનું કૌભાંડ ખુલ્યું

VADODARA : સામાન્ય સંજોગોમાં આવી કોઇ ઘટના હજી સુધી સામે આવી નથી. પહેલા વખત આ બાબત ધ્યાને આવી છે. - ડો. દેવેશ પટેલ, આરોગ્ય અમલદાર
vadodara   સ્લોટર હાઉસમાંથી બારોબાર પશુનું માંસ ચામડું વેચવાનું કૌભાંડ ખુલ્યું
Advertisement

VADODARA : વડોદરાના ગાજરાવાડીમાં આવેલા સ્લોટર હાઉસમાંથી પશુનું માંસ અને ચાંમડું વેચવામાં આવતું હોવાનું કૌભાંડ સપાટી પર આવ્યું છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચામડું અને માંસ દવા તથા સાબુ બનાવવા માટે લઇ જવામાં આવતું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ અંગેની પુષ્ટિ સુપરવાઇઝરે કરી હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે પાલિકા તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. (ANIMAL MEAT AND LEATHER SOLD FOR SLAUGHTER HOUSE - VADODARA)

આ અંગે પાલિકા તંત્ર તરફથી કોઇ મંજુરી અપાઇ નથી

ગાજરાવાડી સ્થિત પાલિકાના સ્લોટર હાઉસની કેપેસીટીની સામે વધુ સંખ્યામાં મૃત પશુઓ આવતા હોવાના કારણે યોગ્ય નિકાલ થતો નથી. જેને પગલે વિસ્તારમાં દુર્ગંધની સમસ્યા ફેલાઇ છે. અને પશુ ખુલ્લામાં જ ફેકવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. આ વચ્ચે સ્લોટર હાઉસમાંથી પશુ માંસ અને ચામડાનો બરોબાર વેચાણનો વેપલો ચાલતો હોવાનું સામે આવ્યું છે. સ્લોટર હાઉસનું સંચાલન કરતી એજન્સીના સુપરવાઇઝરે મીડિયાને જણાવ્યું કે, મૃત પશુ લઇને આવતા લોકો દવા - સાબુ માટે ચામડું તથા માંસ સહિતની વસ્તુ લઇ જાય છે. આ અંગે પાલિકા તંત્ર તરફથી કોઇ મંજુરી અપાઇ નથી. પરંતુ તે લઇ જાય છે, તે હકીકત છે. સ્લોટર હાઉસની ક્ષમતા ઓછી હોવાના કારણે મૃત પશુઓની સંખ્યા સામે તમામનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થઇ શકતો નથી.

Advertisement

સ્લોટર હાઉસની કેપેસીટી વધારવા માટેની મંજુરી મળી ગઇ છે

આ ઘટના અંગે પાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે મીડિયાને જણાવ્યું કે, સામાન્ય સંજોગોમાં આવી કોઇ ઘટના હજી સુધી સામે આવી નથી. પહેલા વખત આ બાબત ધ્યાને આવી છે. આ ઘટના અંગે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં સ્લોટર હાઉસની કેપેસીટી વધારવા માટેની મંજુરી મળી ગઇ છે. જેથી આ સમસ્યા ઉકેલાઇ જશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : મગરની હાજરી વચ્ચે આડાશ મુકીને પાણીની લાઇનમાં સમારકામ

Tags :
Advertisement

.

×