VADODARA : VMC ના સ્થાયી સમિતિના સભ્ય દ્વારા ચેરમેનની 'ગજબ બેઇજ્જતી'
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADDOARA - VMC) ની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન (VMC STANDING COMMITTEE CHAIRMAN - DR. SHEETAL MISTRY) ડો. શિતલ મિસ્ત્રી અનેક વખત તેમના વર્તન તથા અન્ય કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં પાલિકાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટિના મહિલા સભ્ય દ્વારા તમામની હાજરીમાં ચેરમેનની રીતસરની ગજબ બેઇજ્જતી કરી હોવાનું સામે આવ્યું છે. મહિલા સભ્યએ રોકડું પરખાવતા કહ્યું કે, તમે ચેરમેન રહેવાના લાયક નથી. તમારૂ કોઇ અધિકારી સાંભળતા નથી. ચોખ્ખુ સંભળાવી દેતા બેઠકમાં સોપો પડી જવા પામ્યો હતો.
દર્દીને સ્ટ્રેચર પર સુવડાવીને લાવવા પડ્યા હતા
તાજેતરમાં પાલિકાનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન હતું. જેમાં વોર્ડ નં - 8 ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સક્ષ્ય મીનીબા ચૌહાણ પાલિકાના ચેરમેન પર બરાબરના રોષે ભરાયા હતા. તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અધિકારીઓને ગાળો પડે છે, તે પડવી જ જોઇએ. તેઓ તેને લાયક છે. મારાા વિસ્તારોમાં રોડ લેવલીંગનું કામ ઘણા સમયથી થતું નથી. થોડાક દિવસ પહેલા એક દર્દી માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ ભંગાર રોડના કારણે તે આવી શકે તેમ ન્હતું. આખરે દર્દીને સ્ટ્રેચર પર સુવડાવીને લાવવા પડ્યા હતા.
તમારૂ કોઇ અધિકારી સાંભળતા નથી
વધુમાં તેમણે આક્રોશ ઠાલવતા કહ્યું કે, મારે પણ બીજાની જેમ ઉગ્રતાથી બોલવું પડશે. તો જ કામો થશે જે બાદ તેમણે સીધુ જ ચેરમેન પર નિશાન તાકતા સંભળાવ્યું કે, તમે ચેરમેન રહેવાને લાયક નથી. તમારૂ કોઇ અધિકારી સાંભળતા નથી. આટલું કહેતા જ બેઠકમાં સોપો પડી ગયો હતો. આ બાદ પણ મહિલા સભ્યનો રોષ ઓછો થયો ન્હતો.
તેઓ ફોન ઉપાડતા નથી
ચેરમેન બાદ તેમણે પાલિકાના કાર્યપાલક એન્જિનિયર ધાર્મિક દવે પર નિશાન તાકતા કહ્યું કે, તેઓ ફોન ઉપાડતા નથી. મીટિંગમાં પુછ્યું કે, કેમ રોડ બનતો નથી. સામે એન્જિનીયરે જવાબ આપ્યો કે, પાણીના લિકેજના કારણે વારંવાર રોડ તોડીને કામગીરી કરવી પડે છે. બાદમાં મીનાબાએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેની માંગ કરી હતી. એકાએક મહિલા સભ્યના વર્તનથી સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો અને ચેરમેન પણ ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : CCTV ફૂટેજ ના આપતા ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન PI ને દંડ


