ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : દેણા ખાતે બફર તળાવની કામગીરી શરૂ, વિશ્વામિત્રી પ્રોજેક્ટનો આરંભ

VADODARA : દેણા ખાતે વિશ્વામિત્રી અને સુર્યા નદી જ્યાં મળે છે, ત્યાં આજુબાજુ પાલિકાની કોતરની જમીન છે. અહિંયા બફર લેક બનાવવાનું આયોજન
12:30 PM Feb 24, 2025 IST | PARTH PANDYA
VADODARA : દેણા ખાતે વિશ્વામિત્રી અને સુર્યા નદી જ્યાં મળે છે, ત્યાં આજુબાજુ પાલિકાની કોતરની જમીન છે. અહિંયા બફર લેક બનાવવાનું આયોજન

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવાની શરૂઆત થઇ ગઇ છે. આજે વિશ્વામિત્રી નદી અને સુર્યા નદીના સંગમ સ્થાન દેણા ખાતે બફર તળાવ ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી (BUFFER POND AT DENA - VMC, VADODARA) છે. આજથી શરૂ થનાર કામગીરી આગામી 100 દિવસ સુધી ચાલશે. આ તળાવ પૂર નિવારણ માટે મદદરૂપ થવાની સાથે પાણીના સ્ત્રોતની ગરજ સારશે, તેવો વિશ્વાસ પાલિકાના સત્તાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

બૃહદ યોજનામાં અન્ય તળાવો જોડે તેનું ઇન્ટરલિંક કરવામાં આવશે

આ કામગીરી અંગે વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ મીડિયાને જણાવ્યું કે, દેણા ખાતે સુર્યા નદીના કિનારે પાલિકા ઇંટોના ભઠ્ઠા માટે વર્ષ 1970 ની સાલમાં ખરીદી હતી. તે પૈકી 7 હેક્ટર જેટલી જગ્યા પાલિકાની માલિકીની છે. તેમાંથી 5 હેક્ટર જેટલા તળાવનું ખોદકામ યંત્રમાન કંપની દ્વારા ખોદવાનું કામ સોંપવામાં આવ્યું છે. 5.5 - 8 મીટર જેટલું તળાવ ઉંડુ કરશે. જેથી સુર્યા નદીમાં આજવાનું પાણી વહીને આવે છે. તેના કિનારે બફર લેકનું આયોજન કર્યું છે. ભવિષ્યમાં પીવાના પાણીના સ્ત્રોત કરીકે પણ તેનો ઉપયોગ કરી શકાશે. બૃહદ યોજનામાં અન્ય તળાવો જોડે તેનું ઇન્ટરલિંક કરવામાં આવશે. જે પાણીના સ્ત્રોતની ગરજ સારશે. વિશ્વામિત્રી નદીના પૂરથી રાહત મળશે તેવી આશા છે. 25 કરોડ લિટર સ્ટોર કરી શકાય તેવી વ્યવસ્થા છે.

બે લાખ ધન મીટર માટી કાઢવામાં આવનાર છે

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મીડિયાને જણાવ્યું કે, દેણા ખાતે વિશ્વામિત્રી અને સુર્યા નદી જ્યાં મળે છે, ત્યાં આજુબાજુ પાલિકાની કોતરની જમીન છે. અહિંયા બફર લેક બનાવવાનું આયોજન છે. બે લાખ ધન મીટર માટી કાઢવામાં આવનાર છે. અઢી થી ત્રણ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. આ તળાવ નદીનું પૂર સર્જતું પાણી રોકવામાં અને તળાવ પાણીના સ્ત્રોતની ગરજ સારશે.

આ પણ વાંચો --- VADODARA : પિતાએ વાત નહીં માનતા પુત્રીએ જબરદસ્ત નાટક રચ્યું

Tags :
atbufferdenaGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewspondProjectstartVadodaraVishwamitriVMC
Next Article