VADODARA : ગોરવામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની તવાઇ
VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં નવીન રોડનું કાર્ય શરૂ કરવામાં આવનાર છે. તે પહેલા ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા જાતે ઉપસ્થિત રહીને રોડ પરના દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગોરવાના મધુનગરથી કરોડિયા સુધીના વિસ્તારમાં 24 મીટરનો રોડ આકાર પામશે, સાથે જ બંને બાજુ ફૂટપાથ પર પેવર બ્લોક લગાડવાનું પણ આયોજન છે. ત્યારે આ આયોજન સુચારૂ રૂપે પાર પડે તે માટે આજે રોડ પરના દબાણો દુર કરવામાં આવ્યા છે.
લોકોની સુખાકારીમાં વધારો થશે
વડોદરાના ગોરવામાં રોડ બનાવવાની કામગીરી શરૂ થતા પહેલા ધારાસભ્યએ જાતે ઉભા રહીને દબાણો દુર કરાવ્યા છે. ગેરકાયદેસર દબાણો પર પાલિકાનું બુલડોઝર ફર્યું છે. આ કાર્યવાહીને પગલે દબાણખોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. તો બીજી તરફ દબાણો દુર થતા 24 મીટરના રોડનું કામ કરવામાં આવશે. જેથી લોકોની સુખાકારીમાં વધારો થશે તેવું ધારાસભ્યનું માનવું છે.
24 મીટરનો કાર્પેટ બને, બંને બાજુ પેવર બ્લોક લાગે
સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું કે, મધુનગર ચાર રસ્તા પાસેથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી કરોડિયા ખોડિયાર તળાવ કેનાલના બ્રિજ સુધી 24 મીટરની રોડ લાઇન ખુલ્લી કરવાની કાર્યવાહી પાલિકા ની મદદથી થઇ રહી છે. દબાણો દુર થઇ રહ્યા છે. બાપુની દરગાહથી ખોડિયાર નગર તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ 24 મીટરનો કાર્પેટ બને, બંને બાજુ પેવર બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય, ત્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઇ ગયો છે. અમે રોડ લાઇન ખુલ્લી કરીને રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે. આગામી દિવસમાં મધુનગર ચાર રસ્તા થી મધુનગર બ્રિજ સુધી અને ત્યાંથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઇન પર અમે ખુલ્લી કરીશું. ત્યાં 24 અને 12 મીટરના રોડ અમે બનાવવાના છીએ. તેને ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલું છે.
આ પણ વાંચો -- VADODARA : 1100 ઘરો ધરાવતી સોસાયટીમાં 300 થી વધુ રખડતા શ્વાનોનો આતંક