Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરની સ્વચ્છતા સુધારશે ઇન્દોરની એજન્સી, મોટી ફી ચુકવાશે

VADODARA : વર્ષ 2023 ના સ્વસ્છતા સર્વેક્ષણમાં વડોદરા (VADODARA) પાલિકાનો 33 મો ક્રમાંક આવ્યો હતો. વડોદરા પાલિકા વર્ષ 2016 થી આજદિન સુધી માત્ર 2 વખત જ ટોપ - 10 માં સ્થાન પામી ચુકી છે. ત્યારે આવનાર સમયમાં આ ક્રમાંક સુધારવા...
vadodara   શહેરની સ્વચ્છતા સુધારશે ઇન્દોરની એજન્સી  મોટી ફી ચુકવાશે
Advertisement

VADODARA : વર્ષ 2023 ના સ્વસ્છતા સર્વેક્ષણમાં વડોદરા (VADODARA) પાલિકાનો 33 મો ક્રમાંક આવ્યો હતો. વડોદરા પાલિકા વર્ષ 2016 થી આજદિન સુધી માત્ર 2 વખત જ ટોપ - 10 માં સ્થાન પામી ચુકી છે. ત્યારે આવનાર સમયમાં આ ક્રમાંક સુધારવા માટે પાલિકા દ્વારા ઇન્દોરની એજન્સીને કામ સોંપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના માટે પાલિકા તંત્ર રૂ. 1.16 કરોડની માતબર ફી ચુકવનાર હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું છે.

મશીનની કામગીરી હાસ્યાસ્પદ બનીને રહી ગઇ

વડોદરા શહેરનો સ્માર્ટ સિટીની તર્જ પર વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તંત્ર કેટલું સ્માર્ટ છે, તે સ્થાનિકો સૌ કોઇ જાણે જ છે. તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા ઐતિહાસીક પગલું ભર્યાનો દાવો કરતા મુંબઇથી વિશેષ મશીન મંગાવવામાં આવ્યું હતું. ડ્રેઇન માસ્ટર મશીન કાંસમાં ઉતારીને તેની સફાઇ કરવાથી શહેરમાં વરસાદી પાણીનો ત્વરિત અને અસરકારક નિકાલ થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતું એક જ વરસાદમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણ દિવસ સુધી પાણી નહી ઉતરતા મશીનની કામગીરી હાસ્યાસ્પદ બનીને રહી ગઇ હતી. મુંબઇથી મંગાવેલા મશીનના લાખો રૂપિયા ભાડા પેટે પાલિકા ચુકવનાર છે.

Advertisement

પહેલા તબક્કાની ચુકવણીને મંજુર કરી દેવામાં આવી

ત્યાર બાદ પાલિકા દ્વારા ઇન્દોરની એજન્સીને શહેરના સ્વસ્છતા ક્રમાંકને સુધારવાનું કામ સોંપવામાં આવ્યું છે. એજન્સીને કામ બદલ પાલિકા રૂ. 1.16 કરોડની ફી ચુકવશે. તૈ પૈકી પહેલા તબક્કાની ચુકવણીને મંજુર કરી દેવામાં આવી છે. થોડાક સમય પહેલા સ્વચ્છતા ક્રમાંકમાં અવ્વલ આવતા ઇન્દોરની મુલાકાતે શહેરના કોર્પોરેટર ગયા હતા. અને વેસ્ટ મેનેજમેન્ટ અંગેનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમના દ્વારા એજન્સી રોકવા માટેનું સુચન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને સ્વિકારીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

પાલિકાના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ભારે ઘટ

બીજી તરફ પાલિકાના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ભારે ઘટ છે. જેની અસર શહેરના વિકાસના અનેક કામો પર જોવા મળે તે સ્વભાવિક જ છે. આવા સંજોગોમાં હાલ જે ક્ષમતાએ સ્ટાફ કામ કરી રહ્યો છે, તે જ ક્ષમતાએ કેવી રીતે ધાર્યુ સ્વચ્છતા ક્રમાંક મેળવી શકાશે, એજન્સી 4 હજાર શહેરો વચ્ચેની સ્પર્ધામાં વડોદરાને આગળ લાવવા એવું તો શું વિશેષ કરશે, જેવા અનેક અણિયારા સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : જિલ્લાની શાળાના 9 ગુલ્લેબાજ શિક્ષકોની નોકરી સમાપ્ત

Tags :
Advertisement

.

×