ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ડેન્ગ્યૂ-મેલેરિયાના કેસો વધ્યા, પાલિકાનું સઘન ચેકીંગ જારી

VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદની મોસમ વચ્ચે મચ્છર અને પાણીજન્ય રોગો માથુ ઉંચકી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 13 ઓગસ્ટના રોજ પાલિકા દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટીનમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના 4-4 કેસો સામે આવ્યા છે. તો બીજી તરફ...
12:15 PM Aug 14, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદની મોસમ વચ્ચે મચ્છર અને પાણીજન્ય રોગો માથુ ઉંચકી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 13 ઓગસ્ટના રોજ પાલિકા દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટીનમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના 4-4 કેસો સામે આવ્યા છે. તો બીજી તરફ...

VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદની મોસમ વચ્ચે મચ્છર અને પાણીજન્ય રોગો માથુ ઉંચકી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 13 ઓગસ્ટના રોજ પાલિકા દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટીનમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના 4-4 કેસો સામે આવ્યા છે. તો બીજી તરફ સ્વાઇન ફ્લૂનો એક શંકાસ્પદ કેસ જણાતા તેના સેમ્પલ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ ઝાડા ઉલ્ટીના 67 કેસો અને કોલેરાનો 1 - કેસ સામે આવ્યો છે. આ જોતા શહેરવાસીઓએ વધારે સાવચેત રહેવાની જરૂર જણાય છે.

પાણી અને મચ્છરજન્ય રોગચાળા તરફ ઇશારો

વડોદરામાં ચોમાસાની રૂતુમાં પાણી અને મચ્છરજન્ય રોગો માથુ ઉંચકી રહ્યા છે. જેને લઇને લોકોએ વધારે સતર્ક રહેવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. પાલિકા દ્વારા 13 ઓગસ્ટના રોજ જારી કરવામાં આવેલા બુલેટીન અનુસાર, શહેરમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના 4-4 કેસો, સ્વાઇન ફ્લૂનો એક શંકાસ્પદ કેસ, ઝાડા ઉલ્ટીના 67 કેસો અને કોલેરાનો 1 - કેસ સામે આવ્યો છે. આ હેલ્થ બુલેટીન શહેરમાં વકરી રહેલા પાણી અને મચ્છરજન્ય રોગચાળા તરફ ઇશારો કરે છે. બીજી તરફ પાલિકાનું તંત્ર પણ આ સ્થિતીમાં સઘન કામગીરી કરી રહ્યું છે. પાલિકા દ્વારા સઘન ફોગીંગ કરવાની સાથે સર્વેલન્સ ટીમો પણ વિવિધ વિસ્તારોમાં ઉતારવામાં આવી છે. સાથે જ પાલિકા દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, પાણી ભરાઇ રહેવાથી મચ્છર ઉત્પત્તિના સ્થાનો પર તપાસ, પોરા નાશક દવાઓને જરૂરી છંટકાવ, જળાશયોમાં પોરાભક્ષક માછલીઓ મુકવી, સહિતની અનેક કામગીરી કરવામાં આવી રહી છે.

કોલેરાનો કેસ છાણી વિસ્તારમાંથી સામે આવ્યો

સુત્રોના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યૂ કેસો શહેરના અકોટા, તરસાલી અને એકતાનગરમાંથી સામે આવ્યા છે. તો મેલેરિયાના કેસો ખોડીયારનગર, શીયાબાગ, નવાયાર્ડ અને એકતાનગરમાંથી સામે આવ્યા છે. અને કોલેરાનો કેસ છાણી વિસ્તારમાંથી સામે આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : લા'પીનોસના પીઝામાંથી મૃત માખી અને વાળ નીકળ્યા

Tags :
bornDiseaseGujaratMonsoonmosquitoonriseVadodaraVMCwater
Next Article