Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાણીની ટાંકીમાંથી ક્લોરીન લિકેજ અટકાવશે એબ્ઝોર્પશન સિસ્ટમ

VADODARA : હાલમાં જો ક્લોરીન લિક થાય તો, કર્મચારીઓ માસ્ક પહેરીને તેનો વાલ્વ બંધ કરે છે. આવા સમયે જીએસસીએલની ટીમની પણ મદદ લેવામાં આવતી હોય છે
vadodara   પાણીની ટાંકીમાંથી ક્લોરીન લિકેજ અટકાવશે એબ્ઝોર્પશન સિસ્ટમ
Advertisement

VADODARA : રાજ્યમાં બે મોટા શહેરો બાદ હવે વડોદરા (VADODARA) માં પાણીની ટાંકીમાંથી ક્લોરીન લીકેજ રોકવા માટે એબ્ઝોર્પશન સિસ્ટમ (CHLORINE ABSORPTION SYSTEM) લગાડવાનું આયોજન કરવામાં આવનાર છે. આમ, કરનાર વડોદરા ત્રીજું શહેર બનશે. આ સિસ્ટમ નવી બનનાર તેમજ રહેણાંક વિસ્તારમાં હાલમાં કાર્યરત પાણની ટાંકીઓ મળીને 17 જગ્યાઓએ લગાડવામાં આવશે.

ક્લોરીન લિક થવાની શક્યતાઓ નહીવત

શહેરવાસીઓને પીવાના પાણીનું ક્લોરીનેશન કરીને આપવામાં આવે છે. ક્લોરીનનું લિકેજ કર્મીઓ તથા આસપાસના લોકો માટે જોખમી નિવડી શકે છે. જેથી તેની શક્યતાઓ નિવારવા માટે વડોદરામાં પાણીની ટાંકીઓમાં ક્લોરીન ઓબ્ઝોર્પશન સિસ્ટમ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાલિકાની નવી બંધાતી 10 અને હાલમાં કાર્યરત 7 ટાંકીમાં આ સિસ્ટમ લાગશે. જેનાથી ક્લોરીન લિક થવાની શક્યતાઓ નહીવત બનશે.

Advertisement

બે વર્ષમાં ઓબ્ઝોર્પશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે

હાલની સ્થિતીએ જો ક્લોરીન લિક થાય તો, કર્મચારીઓ માસ્ક પહેરીને તેનો વાલ્વ બંધ કરે છે. આવા સમયે જીએસસીએલની ટીમની પણ મદદ લેવામાં આવતી હોય છે. લિકેજના આશરે 2 કલાક બાદ ગેસ સંપૂર્ણ નિકળી ગયા બાદ તેનું સમારકામ કરવામાં આવે છે. પરંતુ હવે આ વાત ભૂતકાળ બનવા તરફ જઇ રહી છે. આગામી બે વર્ષમાં તમામ પાણીની ટાંકીઓમાં ક્લોરીન ઓબ્ઝોર્પશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

Advertisement

કેવી રીતે કામ કરે છે ક્લોરીન ઓબ્ઝોર્પશન સિસ્ટમ

આ સિસ્ટમમમાં ક્લોરીન ટેન્કના સિલિન્ડર પર એફઆરએસનું હુડ કવર લગાડવામાં આવે છે. જેના થકી બ્લોઅર મારફતે ક્લોરીનને ખેંચીને પાણીના પીટ સુધી લઇ જવામાં આવે છે. પીટમાં કેમિકલ સોલ્યુશન હોય છે, જેની સાથે ક્લોરીન ગેસ ભળતા જ તે ન્યુટ્રલાઇઝ થાય છે. આમ, ક્લોરીન ગેસ સીધો જ ડિઝોલ્વ થઇ જાય છે, અને બહાર ફેલાતો અટકે છે. આ સિસ્ટમ લગાવ્યા બાદ ભવિષ્યમાં ક્યારે પણ ક્લોરીન લિકેજની ઘટનાઓ સામે આવશે, તો ગેસ જમીન પર કે બહાર ફેલાવવાની જગ્યાએ હુડમાં જ જમા થશે. જેથી કોઇ પણ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતાઓ નહીવત જેટલી જ બની જશે.

આ ટાંકીઓમાં સિસ્ટમ લગાડાશે

વડોદરા પાલિકા દ્વારા બીલ ટીપી - 1, ભાયલી ટીપી 3 - 4, સેવાસી-ભાયલી ટીપી - 2, ઉંડેરા, ગોરવા-અંકોડિયા બુસ્ટર, ખાનપુર-સેવાસી ટીપી - 1, કરોડિયા બુસ્ટર, વડદલા, વેમાલી, જાંબુડિયા પુરા, પાણીગેટ, અકોટા, વડીવાડી, ગોરવા, સયાજીબાગ, તરસાલી, લાલબાગ ટાંકીઓમાં આ ક્લોરીન એબ્ઝોર્પશન સિસ્ટમ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- Ahemdabad: મદદ ફાઉન્ડેશનના સભ્યોએ જરૂરિયાતમંદ 100 છોકરાઓને રેસ્ટોરન્ટમાં લઈ જઈને જમાડ્યા

Tags :
Advertisement

.

×