ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કાર સાથે ભટકાઇતા બાઇક ચાલક પીકઅપ વાન સામે ફંગોળાયો

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા પોલીસ મથક વિસ્તારમાં અચરજ પમાડે તેવી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. રસ્તા પર જતી કાર સામેની લેન પર જવા માટે વળાંક લેવા જાય છે, તેવામાં પાછળથી ઝડપથી આવતી બાઇક તેમાં ભટકાય છે. જે બાદ...
06:51 PM Sep 22, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા પોલીસ મથક વિસ્તારમાં અચરજ પમાડે તેવી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. રસ્તા પર જતી કાર સામેની લેન પર જવા માટે વળાંક લેવા જાય છે, તેવામાં પાછળથી ઝડપથી આવતી બાઇક તેમાં ભટકાય છે. જે બાદ...

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા પોલીસ મથક વિસ્તારમાં અચરજ પમાડે તેવી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. રસ્તા પર જતી કાર સામેની લેન પર જવા માટે વળાંક લેવા જાય છે, તેવામાં પાછળથી ઝડપથી આવતી બાઇક તેમાં ભટકાય છે. જે બાદ ચાલક ફંગોળાઇને સામેની લેનમાં આવતા પીકઅપ વાન સામે ફંગોળાઈ જાય છે. આ ઘટનામાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. હાલ આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કાર સામેની તરફ જવા માટે વળાંક લઇ રહી હતી

વડોદરા શહેર-ગ્રામ્ય પોલીસ દ્વારા સડક સુરક્ષાને લઇને અથાગ પ્રયત્નો છતાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં વડોદરાના વાઘોડિયા પોલીસ મથકની હદમાં કંપારી છુટી જાય તેવી અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વાઘોડિયા વિસ્તારમાં આવેલી જાણીતી ટાયરની કંપની પાસે એક કાર સામેની તરફ જવા માટે વળાંક લઇ રહી હતી. દરમિયાન પાછળથી આવતી બાઇક તેમાં ભટકાઇ હતી. બાઇક ભટકાતા ચાલક ઉછળીને સામેની તરફથી આવતી પીકઅપ વાન પર જઇને ફંગોળાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઘરે જમવાનું લઇને દિકરો આવશે

સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતકનું નામ મેહુલ પ્રવિણભાઇ તડવી છે. તે જમવાનું લેવા માટે જઇ રહ્યો હતો. જમવાનું લઇને તેણે ઘરે આપવાનું હતું. જો કે, ઘરે જમવાનું લઇને દિકરો આવશે, તેવી વાટ જોતા પિતાને અજાણ્યા શખ્સે ફોન કરીને અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. બાદમાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુત્રોએ ઉમેર્યું કે, કાર ચાલક દ્વારા વળાંક લેતી વેળાએ સાઇડ ઇન્ડિકેટર બતાવવામાં આવ્યું ન્હતું. આખરે આ મામલે કાર ચાલક જેન્તીભાઇ વાલજીભાઇ પટેલ (રહે. માંજલપુર, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : વચગાળાના જામીન પર મુક્ત થયા બાદથી ફરાર કુખ્યાત અલ્પુ સિંધી ઝબ્બે

Tags :
AccidentbikeLifelostriderVadodaraWaghodia
Next Article