Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: વાઘોડિયા જ્વેલર્સ લૂંટનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશની કુખ્યાત 'વાસુનિયા ગેંગ'ના બે સાગરીતોની ધરપકડ

વડોદરાના વાઘોડિયામાં જ્વેલર્સના વેપારી પર જીવલેણ હુમલો કરી રૂ. ૫ લાખની સનસનાટીભરી લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પત્નીની સારવાર કરાવવાના બહાને ગુજરાત આવેલા એક સાગરીતે સ્થાનિક સ્તરે રેકી કરીને આખો પ્લાન ઘડ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડીઓ જોડીને છેક મધ્યપ્રદેશથી બે રીઢા ગુનેગારોને દબોચી લીધા છે
vadodara  વાઘોડિયા જ્વેલર્સ લૂંટનો ભેદ ઉકેલાયો  મધ્યપ્રદેશની કુખ્યાત  વાસુનિયા ગેંગ ના બે સાગરીતોની ધરપકડ
Advertisement
  • Vadodara: વાઘોડિયા જ્વેલર્સ લૂંટ કેસમાં MPથી બે આરોપીઓ ઝડપાયા!
  • વાઘોડિયામાં વેપારી પર હુમલો કરી ૫ લાખની લૂંટ ચલાવાઇ હતી
  • પોલીસે રમેશ પરમાર અને રમેશ ઉર્ફે રંગીતની કરી ધરપકડ
  • MPની કુખ્યાત 'વાસુનિયા ગેંગ'ના સાગરીતો પોલીસ સકંજામાં
  • લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે ૪૫૦થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા
  • પકડાયેલી ગેંગની ગુજરાત, મહારાષ્ટ્ર અને MPના ગુનામાં સંડોવણી

Vadodara News: આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, વાઘોડિયા ખાતે સોના-ચાંદીનો વેપાર કરતા સ્થાનિક વેપારી જીગ્નેશભાઇ રાત્રિના સમયે પોતાની દુકાન વધારીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સૂમસામ રસ્તા પર પૂર્વ આયોજિત પ્લાન મુજબ ત્રાટકેલા લૂંટારુઓએ વેપારી પર લોખંડના હથિયાર વડે હિંસક હુમલો કર્યો હતો. લૂંટારુઓએ જીગ્નેશભાઇના માથામાં ગંભીર ફટકા મારીને તેમને લોહીલુહાણ કરી દીધા હતા અને તેમની પાસે રહેલી રૂ. 5 લાખની મત્તાની લૂંટ ચલાવીને અંધારામાં ફરાર થઈ ગયા હતા.

450 થી વધુ CCTV તપાસી કાર્યવાહી

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસની (Vadodara Rural Police) અલગ-અલગ ટીમો કામે લાગી હતી. પોલીસે ઘટનાસ્થળથી લઈને લૂંટારુઓના ભાગવાના સંભવિત રૂટ પરના 450 થી વધુ સીસીટીવી (CCTV Footage) કેમેરાના ફૂટેજ બારીકાઈથી તપાસ્યા હતા. આ સઘન તપાસ દરમિયાન પોલીસને મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગની કડીઓ મળી હતી.

Advertisement

Vadodara: ગેંગ અનેક રાજ્યોમાં કરી ચૂકી છે ચોરી

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ગેંગના એક સાગરીતની પત્ની ગુજરાતમાં સારવાર અર્થે આવી હતી. આ સારવાર દરમિયાન જ તેણે સ્થાનિક સ્તરે સૂમસામ રસ્તાઓ અને સોની વેપારીઓની રેકી કરી હતી અને બાદમાં પોતાની ગેંગના માણસોને બોલાવીને લૂંટનો આખો પ્લાન તૈયાર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઝડપાયેલી વાસુનિયા ગેંગ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશમાં પણ અનેક લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: ટ્રાફિકની જંજાળમાંથી મળશે મુક્તિ? AMC નો નવો એક્શન પ્લાન તૈયાર

youtube.com/watch?v=BtvOPnGCuPU&feature=youtu.be

Tags :
Advertisement

.

×