VADODARA : વોન્ટેડ લિકર કિંગ વિજુ સિંધી સામે ગાળિયો કસાયો
VADODARA : રાજ્યભરમાં દારૂનું નેટવર્ક ચલાવવા જાણીતા અને લિકર કિંગ તરીકે તરીકે જાણીતા વડોદરાના વોન્ટેડ વિજુ સિંધી (WANTED LIQUOR KING VIJU SINDHI - VADODARA) અને તેના મળતિયાઓ સામે સ્ટેટ મેનીટરીંગ સેલમાં ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધાયો છે. તે બાદ આ ગુનામાં સામેલ બે આરોપીઓને મહેસામાં અને બનાસકાંઠામાંથી હસ્તગત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજુ કરીને તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
બે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે
વડોદરાનો લિકર કિંગ વિનોદ ઉર્ફે વિજુ મુલરીધર ઉદવાણી (સિંધી) પોલીસ ચોપડે વોન્ટેડ છે. હાલ તે દુબઇમાં આશરો લેતો હોવાની જાણકારી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ મથકમાં તેની સામે બે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. આમ, તો વિજુ સિંધી અને તેના મળતિયાઓ સામે સેંકડોથી વધુ ગુના નોંધાયા છે. હાલ વિજુના પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. તેનો પાસપોર્ટ દુબઇમાં સરન્ડર કરી લેવાયો છે.
આડકતરી રીતે વિજુ સિંધી સામે ઓથોરીટીનો ગાળિયો વધુ કસાયો
તાજેતરમાં તેના મળતિયાઓ સામે ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધાયો છે. આ ગુનામાં લિકર કિંગ વિજુ સિધીની સિન્ડિકેટમાં સામેલ ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલા (રહે. બનાસકાંઠા) અને ગજેન્દ્રસિંહ ઉર્ફે જાગુભા રાજેન્દ્રસિંહ વાઘેલા (રહે. મહેસાણા) ની ગતસાંજે ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજુ કરીને તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આમ, આડકતરી રીતે વિજુ સિંધી સામે ઓથોરીટીનો ગાળિયો વધુ કસાયો છે. વિજુ સિંધીના મળતિયાઓ ઝડપાતા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઓછા સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ હાલ તબક્કે સેવાઇ રહી છે.
આ પણ વાંચો --- VADODARA : ધ્વનિ પ્રદુષક 73 મોડીફાઇડ સાયલન્સરનો કચ્ચરઘાણ