Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પતિના મૃત્યુ બાદ ભાંગી પડેલી મહિલાને સરકારનો ટેકો મળતા બની પગભર

VADODARA : યોજના અંતર્ગત લોન સહિત સબસિડી મળતા રેડિમેડ ગારમેન્ટના વ્યવસાયને વિકસાવવા ખુબજ મોટી મદદ મળી છે: લાભાર્થી ગીતાબેન
vadodara   પતિના મૃત્યુ બાદ ભાંગી પડેલી મહિલાને સરકારનો ટેકો મળતા બની પગભર
Advertisement

VADODARA : રાજ્યની ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો અંતર્ગત લોન તથા સબસિડી મળતા વડોદરા (VADODARA) ના ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા સરકારનો આભાર માની રહ્યા છે.

Advertisement

પતિનું નિધન થતાં તેઓ સાવ ભાંગી પડ્યા

ગીતાબેન હાંડે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પોતાની બે દીકરીઓ સાથે રહે છે. આજથી પાંચ વર્ષ પહેલાં પોતાના પતિનું હૃદયરોગના હુમલામાં નિધન થતાં તેઓ સાવ ભાંગી પડ્યા હતા. પોતાની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા રોજી રોટી માટે તેમને ચાર વર્ષ પહેલાં રેડીમેડ ગારમેન્ટની દુકાન ખોલી હતી.

Advertisement

લોન વિશે જાણ થતાં અરજી કરી

અગાઉ દુકાન શરૂ કરવા તથા માલસામાન લાવવા માટે ગીતાબેને ખાનગી માઇક્રો ફાઇનાન્સ બેંકમાંથી લોન લેતા હતા. ત્યારબાદ  મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મળતી લોન વિશે જાણ થતાં તેમણે લોન મેળવવા માટે અરજી કરી હતી. ચાર મહિના પહેલા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની લોન અને લોનના ૪૦% લેખે સબસિડી મળતા ખુબજ મોટી આર્થિક સહાય મળી છે.

પગભર કરવા માટે આવી યોજનાઓ ખુબ જ જરૂરી

સરકારનો આભાર માનતા ગીતાબેન જણાવે છે કે, આ યોજના અંતર્ગત મળેલ તમામ રકમ પોતાના રેડીમેડ ગારમેન્ટની દુકાન માટે જ ખર્ચ કરી છે તથા સબસીડી સાથે આ લોન મળતા ખુબજ મોટી રાહત થઈ છે. મહિલાઓને પગભર કરવા માટે આવી યોજનાઓ ખુબજ જરૂરી છે.વધુમાં ઉમેરતાં લાભાર્થી ગીતાબેન જણાવે છે કે આ યોજના અંતર્ગત લાભ મળતા તેઓ પોતાના પરિવાર માટે કમાણીમાં ખુબ જ મોટું યોગદાન આપી રહ્યા છે. અને તેમના રેડીમેડ ગારમેન્ટના ધંધાને વિકસાવવામાં ખૂબ જ મોટી મદદ મળી છે.

વેપારને વિકસાવીને સ્વરોજગારીનો માર્ગ અપનાવ્યો

જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ના જણાવ્યા અનુસાર જિલ્લામાં આવી કુલ ૯ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના અંતર્ગત મળેલ લોન અને સબસિડી થકી મહિલાઓએ કપડાંની દુકાન, અનાજ કરિયાણાની દુકાન, ડેરી ઉદ્યોગ, સીવણ કામની દુકાન અને અન્ય વેપારને વિકસાવીને સ્વરોજગારીનો માર્ગ અપનાવ્યો છે.

ઘર પરિવારના ગુજરાન માટે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરતી થઈ

આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા સ્વાવલંબન યોજના થકી ગીતાબેન જેવી અનેક મહિલાઓ સ્વરોજગાર મેળવીને સ્વાવલંબી બની છે. આજે રાજ્યની મહિલાઓ સરકારની યોજનાનો લાભ લઇ સશક્ત બની ઘર પરિવારના ગુજરાન માટે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરતી થઈ છે.

આ પણ વાંચો -- VADODARA : ઠુમકા માર્યા વગર આકાશ અંબે તેવી પતંગ ધૂમ મચાવશે

Tags :
Advertisement

.

×