Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : થેલીમાં ભરીને લઇ જવાતા પહાડી 40 પહાડી પોપટનું રેસ્ક્યૂ

VADODARA : તેઓના વિસ્તારમાં તાડના ઝાડ હતા. ત્યાં પક્ષીઓના માળા હોય, તેવા નાના બચ્ચાના માળા વિખેરીને બચ્ચાઓ ઉઠાવતા હતા. અને વેચવા નીકળતા
vadodara   થેલીમાં ભરીને લઇ જવાતા પહાડી 40 પહાડી પોપટનું રેસ્ક્યૂ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં વન્ય જીવોની તસ્કરીનો મામલો સપાટી પર આવ્યો છે. વડોદરાના સાવલીમાં રહેતા યુવકો દ્વારા વાઇલ્ડ લાઇફ એક્ટ (WILDLIFE PROTECTION ACT - PROTECTED PARROT) અંતર્ગત આરક્ષિત પહાડી પોપટના બચ્ચાને થેલીમાં ભરીને વેચવા માટે લઇ જતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં જીએસપીસીએ (GSPCA SAVE LIF OF PROTECTED PARROT) નામની સંસ્થા દ્વારા વન વિભાગ સાથે મળીને પોપટના બચ્ચાઓને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. સાથે જ બે યુવાનો સામે વન વિભાગ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા તથા આસપાસમાં વન્ય જીવો મોટા પ્રમાણમાં રહેતા હોવાથી તેની તસ્કરી રોકવા માટે સ્વયં સેવી સંસ્થાઓ સતત વોચમાં રહે છે. અને વન વિભાગ સાથે મળીને તેમનું ધાર્યું થતું અટકાવે છે.

થેલીમાં ભરીને શંકાસ્પદ રીતે કંઇ લઇ જતા નજરે પડ્યા

રેસ્ક્યૂઅર રમેશભાઇ જણાવ્યું કે, સાવલીના સાંઢાસદા ગામે બે ઇસમો પર વોચ રાખવામાં આવી હતી. ત્રણ દિવસથી સતત તેઓ વોચ હેઠળ હતા. તેઓ ઘરેથી થેલીમાં ભરીને શંકાસ્પદ રીતે કંઇ લઇ જતા નજરે પડ્યા હતા. ત્યાર બાદ અમારી ટીમ સતત તેમની પાછળ રહી હતી. આ સાથે જ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી. તેઓ દુમાડ ચોકડી પહોંચતા જ તેમની પાસેથી 40 પહાડી પોપટના બચ્ચા મળી આવ્યા છે. અને તેમને ફોરેસ્ટ વિભાગમાં લાવવામાં આવ્યા છે.

Advertisement

બંને સામે સખત દંડ ફટકારવામાં આવશે

વન વિભાગના અધિકારી કરણસિંહ રાજપુતએ જણાવ્યું કે, જીએસપીસીએ સંસ્થાની બાતમીના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બે યુવકો પહાડી પોપટને થેલીમાં ભરીને લઇને આવતા હતા. માળી વનરાજ, અને માળી સુભાષને ઝડપી પાડવામાં આવ્યા છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બંને સામે સખત દંડ ફટકારવામાં આવશે. અને તેઓ ફરી આવું ના કરે તે માટેની સમજ આપવામાં આવશે. તેઓના વિસ્તારમાં તાડના ઝાડ હતા. ત્યાં પક્ષીઓના માળા હોય, તેવા નાના બચ્ચાના માળા વિખેરીને બચ્ચાઓ ઉઠાવતા હતા.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : MSU ના વિવાદીત VC નું રાજીનામું, કાર્યકાળ પુરો ના કરી શક્યા

Tags :
Advertisement

.

×