VADODARA : પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદને જોડતા બે બસ રૂટનો પ્રારંભ
VADODARA : વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ (LATE SAINT PRAMUKH SWAMI BIRTH PLACE CHANSAD, VADODARA) ખાતેથી ધારીની બસ સુવિધા શરૂ થયા નાં બે અઠવાડિયાનાં ટુંકા સમય ગાળામાં BAPS સંસ્થાનાં બે ગુરુવર્યો બ્રહ્મ સ્વરુપ ભગતજી મહારાજના પ્રાગટય સ્થાન મહુવા (LATE BHAGATJI MAHARAJ BIRTH PLACE MAHUVA) તથા પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના દીક્ષા ગુરુ BAPS નાં સ્થાપક બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન મહેળાવ ને ચાણસદ સાથે જોડતા બે નવા રૂટ નો પ્રારંભ થયો છે. જેના કારણે હવે ભક્તો આસાનીથી પવિત્ર સ્થાનોના દર્શનનો લાભ લઇ શકશે. ભક્તોના ધસારાને લઇને આવનાર સમયમાં વધુ બસો જોડવાનો નિર્ણય લેવામાં આવવાની શક્યતાઓ છે.
જાણો સમગ્ર રૂટની માહિતી વિગતવાર
તા. ૪ જાન્યુઆરી થી પ્રતિ દિન એક લક્ઝરી બસ ચાણસદથી સવારે ૦૮.૦૦ વાગ્યે ઉપડશે. જે વાયા વડોદરા, આણંદ, કરમસદ, વટામણ, ધોલેરા, ભાવનગર, તળાજા થઈ સાંજે ૧૮.૦૦ વાગ્યે મહુવા પહોચશે. તેવી જ રીતે બપોરે ૦૩.૦૦ વાગ્યે મહુવાથી ઉપડી રાત્રે ૧૧.૦૦ વાગ્યે ચાણસદ આવશે. જ્યારે તારીખ ૬ જાન્યુઆરી સોમવારથી દરરોજ બપોરે ૧૧.૦૦ વાગ્યે એક બસ વાસદ આણંદ વડતાલ થઈ મહેળાવ જશે. અને મહેળાવ થી સવારે ૦૮.૦૦ વાગ્યે ઉપડેલી બસ ૧૧.૦૦ વાગ્યે ચાણસદ આવશે. આમ, હવે ચાણસદ દર્શને આવવું આસાન બન્યું છે.
આ પણ વાંચો -- Weather Report : એકવાર ફરી ઠંડી મચાવશે કહેર! ચિંતા વધારે એવી હવામાન વિભાગે કરી આગાહી