VADODARA : ઠુમકા માર્યા વગર આકાશ અંબે તેવી પતંગ ધૂમ મચાવશે
VADODARA : વડોદરા (VADODARA) ના યુવાને એક પણ ઠુમકો માર્યા વગર ઉંચે આકાશ અંબે તેવી પતંગ બનાવી છે. જાણીને આશ્ચર્ય થાય, પરંતુ આ હકીકત છે. વડોદરાના પ્રિન્સ પંચાલ નામના યુવકે બેટરી સંચાલિત પતંગ (KITE FLY WITH REMOTE - ELECTRIC KITE, VADODARA) તૈયાર કરી છે. જેને રીમોટ કંટ્રોલની મદદથી ઉડાડી શકાય છે. હવે પવન હોય કે ના હોય, પરંતુ તમારો પતંગ ઉચાઇ આંબે તેવી ટેક્નોલોજી સાથેની પતંગનો વિકલ્પ માર્કેટમાં આવી ગયો છે.
રીમોટનું બટન ઓન કરો કે તુરંત પતંગ ચગવા માંડશે
ઉત્તરાયણ પર પતંગના પેચ લડાવીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ કેટલીક વખત પવન વિલન બનતો હોવાના કારણે પતંગરસીયાઓએ નિરાશ થવાનો વારો આવતા હોય છે. ત્યારે હવે ટેક્નોલોજીના સહારે વગર દોરાએ ઉડતી પતંગ માર્કેટમાં આવી ગઇ છે. જેને ઉડાડવા માટે પવનની કે દોરાની જરૂર નથી. માત્ર હાથમાં રાખેલા રીમોટનું બટન ઓન કરો કે તુરંત પતંગ ચગવા માંડશે. અને જોત જોતામાં વગર પવને પણ ઉંચાઇ આંબશે.
કાર્બન ફાઇબરના રોડ પર કપડું ચોંટાડીને પતંગ તૈયાર કરાઇ
પ્રિન્સ પંચાલએ જણાવ્યું કે, મારા દાદા પતંગ બનાવતા હતા. અમે પતંગ અને પ્લેન બનાવીએ છીએ. મારી પાસે રીમોટ કંટ્રોલ સંચાલિત પતંગ છે. જેને જોતા તમને પતંગ ચગતો હશે તેવું લાગશે, પરંતુ તેમાં દોરો નહીં હોય, તે માત્ર રીમોટથી ઉડતી પતંગ હશે. આ પતંગ બનાવવામાં 4 દિવસ લાગ્યો છે. કાર્બન ફાઇબરના રોડ પર કપડું ચોંટાડીને આ પતંગ તૈયાર કરવામાં આવી છે. જે બેટરી સંચાલિત છે.
અત્યાર સુધી અમે 100 થી વધુ વિમાનના મોડલ બનાવ્યા
વધુમાં તેણે જણાવ્યું કે, રીમોટમાંથી પતંગની સર્કીટને ઓન કરીને તેને ઉડાવી શકાય છે. તેને ડાબે - જમણે પણ ઉડાવી શકાશે. ઉત્તરાયણમાં પવન ના હોય, અથવા તો ઓછા પતંગ ચગતા હોય ત્યારે આ રીમોય સંચાલિત પગંત ઉડાડીને તેનો આનંદ લઇ શકાય છે. આ પતંગ ઉડાડવાથી પક્ષીઓને દોરા વડે થતી ઇજાઓ ઘટશે. અત્યાર સુધી અમે 100 થી વધુ વિમાનના મોડલ બનાવ્યા હતા. પરંતુ હું કંઇ નવુ કરવાનું ઇચ્છતો હોવાથી મેં આ પતંગ બનાવી છે.
આ પણ વાંચો -- VADODARA : ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં મોટા ફેરફાર, ખૂણે ખૂણેથી કચરો એકત્ર કરાશે