VADODARA : નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતાનો ટપલીદાવ !
VADODARA : કોંગ્રેસના ટોચના નેતૃત્વ સામે નેશનલ હેરાલ્ડ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડાયરોક્ટોરેટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે બાદ દેશભરમાં ભાજપ દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગતરોજ વડોદરા (VADODARA) શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે યુવા ભાજપના નેતાઓ દ્વારા એકત્ર થઇને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પુતળા સાથે કાર્યકરો વચ્ચે યુવા ભાજપ પ્રમુખ પાર્થ પુરોહિત ઘેરાઇ ગયો હતો. જેમાં પુતળાને મારવા જતા પાર્થ પુરોહિત જોડે તેની જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ટપલીદાવ કરી દીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે.
ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવી રહી છે
હાલ ઇડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરાઇ છે. જેને લઇ કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર લાગેલ આક્ષેપ સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવી રહી છે. જે અંતર્ગત ગતરોજ વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુતળાની જગ્યાએ પાર્થ ઢીબાતો રહ્યો
દરમિયા યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત પુતળા સાથે કાર્યકરો વચ્ચે ઘેરાઇ ગયો હતો. જેમાં કાર્યકર્તાઓ પુતળાને મારવા જતા પાર્થ પુરોહિત ઢીબાયો હતો. થોડીક સેકંડો સુધી પુતળાની જગ્યાએ પાર્થ ઢીબાતો રહ્યો હતો. બાદમાં તમામે પુતળા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિરોધ આગળ ધપાવ્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : રસ્તા પર શ્વાન આડુ આવતા અકસ્માત, કારને રૂ. 13 લાખનું નુકશાન