ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : Zomato ના ડિલિવરી બોયની રોમીયોગીરી, પરિણિતાને કહ્યું, તુ મને પસંદ છે

VADODARA : પાર્સલ આપવા આવેલા યુવકે પરિણિતાને કહ્યું કે, તું મને પસંદ છે. રોમીયોના બદઇરાદા સમજી જઇને પરિણિતાએ તુરંત જ દરવાજો બંધ કરી દીધો
10:52 AM Jan 10, 2025 IST | PARTH PANDYA
VADODARA : પાર્સલ આપવા આવેલા યુવકે પરિણિતાને કહ્યું કે, તું મને પસંદ છે. રોમીયોના બદઇરાદા સમજી જઇને પરિણિતાએ તુરંત જ દરવાજો બંધ કરી દીધો

VADODARA : ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતી મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં મહિલાએ ફૂડ ડિલિવરી એપ ઝોમેટો પરથી ઓર્ડર બુક કરાવ્યો હતો. તેની ડિલિવરી માટે યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો. પાર્સલ આપવા આવેલા યુવકે (ZOMATO DELIVERY BOY MISBEHAVE WITH WOMAN - VADODARA) મહિલાને કહ્યું કે, તું મને પસંદ છે. અને તેની છેડતી કરી હતી. જો કે, મહિલાએ આ મામલે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફૂટ ડિલિવરી બોયની અટકાયત કરવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફૂડ પેકેટ લેવા માટે હાથ આગળ કરતા જ યુવકે પકડવાનો પ્રયાસ કર્યો

સમગ્ર મામલે પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતી 36 વર્ષિય પરિણિતાએ બે દિવસ પહેલા ફૂડ ડિલિવરી એપ ઝોમેટો પરથી ખાવાની વસ્તુનો ઓર્ડર કર્યો હતો. જેના પાર્સલની ડિલિવરી માટે 19 વર્ષિય મોહંમદ અકમલ મારૂફઅમલ સિરાજવાલા નામનો યુવક આવ્યો હતો. યુવકે ઘરનો ડોરબેલ વગાડતા મહિલાએ દરવાજો ખોલ્યો હતો. બાદમાં મહિલાએ ફૂડ પેકેટ લેવા માટે હાથ આગળ કરતા જ યુવકે તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો.

ડિલિવરી એપ ઝોમેટોમાં પણ ફરિયાદ કરવામાં આવી

ત્યાર બાદ યુવકે પરિણિતાને કહ્યું કે, તું મને ખુબ પસંદ છે. રોમીયોના બદઇરાદા સમજી જઇને પરિણિતાએ તુરંત જ દરવાજો બંધ કરી દીધો હતો. અને બાદમાં આ ઘટના અંગે પોતાના પતિને જાણ કરી હતી. જે બાદ મહિલા દ્વારા આ અંગે પ્રથમ ડિલિવરી એપ ઝોમેટોમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણીએ રોમીયો વિરૂદ્ધ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે રોમીયોની અટકાયત કરી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Banaskantha : દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને નિવૃત્તિનાં વર્ષ પહેલા જ કરાયા ફરજિયાત નિવૃત્ત, જાણો કેમ ?

Tags :
boycomplaintDeliveryfilledGujarat FirstGujarat NewsGujarati NewsMarriedmisbehaveVadodarawithwomanZomato
Next Article