Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadtal Dham માં રવિસભા શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ, 5000 કિલો દ્રાક્ષનો અન્નકુટ ધરાવાયો

શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંસ્થાન દ્વારા પ.પૂ.ધ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ આર્શીવાદથી રવિસભા શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ. વાંચો વિગતવાર.
vadtal dham માં રવિસભા શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ  5000 કિલો દ્રાક્ષનો અન્નકુટ ધરાવાયો
Advertisement
  • વડતાલ ધામમાં બિરાજતા દેવોને પુરાણી સ્વામી દ્વારા 5000 કિલો લીલી દ્રાક્ષનો અન્નકુટ ધરાવાયો
  • રવિસભાના યજમાન પરિવાર દ્વારા સૌ ભક્તોમાં નેપકીનનું વિતરણ કરાયું
  • ભક્તોને ગામડેથી વડતાલ ધામ લાવવા માટે 60 થી વધુ બસોનો ઉપયોગ કરાયો

Vadtal Dham : શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંસ્થાન દ્વારા પ.પૂ.ધ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ (Shree Rakeshprasadji Maharaj) ના શુભ આર્શીવાદથી તા. 4 મેના રોજ રવિસભા શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે દેવોને કુલ 5000 કિલો દ્રાક્ષનો અન્નકુટ ધરાવાયો હતો. રવિસભા શતાબ્દીની ઉજવણીમાં આચાર્ય મહારાજ સહિત સંપ્રદાયના 100 થી વધુ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

રવિસભા શતાબ્દીની ભવ્યાતિભવ્ય ઉજવણી

નડિયાદના અ.નિ.નારણભાઈ વાલજીભાઈ પટેલ તથા અ.નિ. ભગવતીબેન રતિલાલ પટેલની સ્મૃતિમાં ગાદલાવાળા પટેલ પરિવારના યજમાન પદે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ હતી. શતાબ્દી રવિસભામાં વડતાલ મંદિરના કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, બાપુસ્વામી, પૂ.ગોવિંદસ્વામી, પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામી , શુકદેવજી સ્વામી સહિત ડભાણ, પીજ, વડોદરા, ડાકોર, ધોલેરા મંદિરના કોઠારીશ્રીઓ સહિત સંપ્રદાયના 100 થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્યાતિભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં ભકતગણ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

'તમારે સફળ થવું છે' પુસ્તકનું વિમોચન

શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તા. 4 મેના રોજ રવિસભા શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે નડિયાદના દિપકભાઈ કાશીપુરીયા (Deepakbhai Kashipuria) લિખિત 'તમારે સફળ થવું છે' પુસ્તકનું વિમોચન આચાર્ય મહારાજ, ગુજરાત અકાદમીના જયેન્દ્રસિંહ જાદવ, બળવંતભાઈ જાની, ચેરમેન ડો.સંતસ્વામી, કોઠારી દેવપ્રકાશસ્વામી, પૂ.નૌતમસ્વામીના હસ્તે કરવામાં આવ્યુ હતું.

Advertisement

હજારો સત્સંગીઓ સ્વયંસેવક બન્યા

10 જુલાઈ 2016ના રોજ 60 હરિભક્તોની ઉપસ્થિતિમાં શરૂ થયેલ રવિસભામાં 175થી વધુ ગામો વડતાલ સત્સંગથી જોડાયા છે. આજે 5000 જેટલા સત્સંગીઓએ રવિસભાનો લાભ લીધો હતો. રવિસભાના માધ્યમથી વડતાલ ધામ સંસ્થાન દ્વારા અનેક વિધ સમાજ સેવાની પ્રવૃત્તીઓમાં હજારો સત્સંગીઓ સ્વયંસેવક તરીકે જોડાયા છે. વર્તમાન સમયમાં 2500 ઉપરાંત મહિલા ભક્તો સ્વયંસેવક તરીકે સમર્પિત ભાવથી અનેકવિધ સેવાકાર્યો કરે છે. રવિસભાઓ દ્વારા ઉનાળામાં પક્ષીઓ માટે કુંડા-માળા વિતરણ, ચંપલ વિતરણ, ધાબળા વિતરણ તથા ફ્રુટ ઉત્સવો જેવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. શતાબ્દી રવિસભામાં વક્તાપદે બિરાજેલ વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ વડતાલ ધામના વચનામૃતમાં ચીમનરાવજીએ શ્રીહરિને પૂછેલ પ્રશ્ન દૈવીજીવ અ્ને આસુરીજીવ ઉપર સુંદર છણાવટ કરી હતી. સભાના વક્તા ડો.સંતવલ્લભસ્વામીએ યજમાન પરિવારની સત્સંગમાં તેઓએ કરેલી સેવાઓનો ઉલ્લેખ કરી આ પરિવાર સત્સંગમાં સમર્પિત હોવાનો ઉલ્લેખ કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા..

આ પણ વાંચોઃ   Vadtal Dham ખાતે શ્રી ગોપાલાનંદ સ્વામી અતિથિગૃહનું ખાતમૂહુર્ત કરાયું, 205 રુમની સુવિધા મળશે

સાંસ્કૃતિક કાર્યક્રમો

શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તા. 4 મેના રોજ રવિસભા શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગને વધુ જાજરમાન બનાવવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે વડોદરા (હરિનગર) સ્વામીનારાયણ મંદિરના બાળકો દ્વારા રવિસભાનું મહત્વ નાટક રજૂ કરવામાં આવ્યું હતુ. જ્યારે ઉમરેઠ બાળ મંડળના બાળકો દ્વારા નૃત્ય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. બાળકોએ રજૂ કરેલ કૃતિઓ નિહાળી આચાર્ય મહારાજે સૌ બાળકોનું પુષ્પહાર પહેરાવી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે પૂ.જ્ઞાનજીવનસ્વામી (કુંડળ) તથા પૂ.નિલકંઠચરણસ્વામી, પૂ.નિત્યસ્વરૂપસ્વામીએ શતાબ્દી રવિસભામાં ઓનલાઈન આર્શીવાદ પાઠવ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો

શતાબ્દી રવિસભામાં વડતાલ મંદિરના કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, બાપુસ્વામી, પૂ.ગોવિંદસ્વામી, પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામી , શુકદેવજી સ્વામી સહિત ડભાણ, પીજ, વડોદરા, ડાકોર, ધોલેરા મંદિરના કોઠારીશ્રીઓ સહિત સંપ્રદાયના 100 થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂ.જ્ઞાનજીવનસ્વામી (કુંડળ) તથા પૂ.નિલકંઠચરણસ્વામી, પૂ.નિત્યસ્વરૂપસ્વામીએ શતાબ્દી રવિસભામાં ઓનલાઈન આર્શીવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે શેઠ પંકજભાઈ પટેલ, પુત્ર અર્પીતભાઈ (વડોદરા) તરફથી શ્રીકૃષ્ણ ભગવાન અને પીજ નિવાસી પુ વિશ્વવલ્લભ દાસજી સ્વામીએ રાધિકાજીને ચાંદીના વાઘા અર્પણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામીએ કર્યુ હતું.

આ પણ વાંચોઃ    Gandhinagar: 'પોષણ સંગમ કાર્યક્રમનો’ રાજ્યવ્યાપી શુભારંભ, યોગ્ય સારવાર થકી સુપોષિત બનશે ગુજરાત: ભાનુબેન બાબરીયા

Tags :
Advertisement

.

×