Rajkot : દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં, માલધારી સમાજમાં રોષ
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય ફરી વિવાદનાં વમળમાં આવ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયનાં વધુ એક પુસ્તકને લઈ વિવાદમાં આવ્યો છે. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાળાનંદ સ્વામીની વાતોનું પુસ્તક છે. પુસ્તકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાવ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લખાણનાં કારણે ભારે વિવાદ સર્જાયો છે.
Advertisement
- વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય ફરી વિવાદના વમળમાં
- સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈ વિવાદ
- દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? તેવો પુસ્તકમાં કરાયો ઉલ્લેખ
પુસ્તકમાં લખવામાં આવેલ લખાણનાં કારણે ફરી ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે. પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદિત લખાણને લઈને માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ માલધારી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે વડતાલનાં પુસ્તકમાં દેવી-દેવતાનું અપમાન કરવામાં આવ્યું છે. વિવાદિત લખાણવાળું પુસ્તક પાછું ખેંચાય. સમાજ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો દ્વારકામાં આવી માફી માંગે. તેમજ તમામ સમાજને સાથે રાખીને ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.

