Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vaghodia: નર્મદાની કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, રાત્રે ઘરેથી નીકળ્યા બાદ માત્ર બાઇક મળ્યું

વાઘોડિયાના રાજપુરા પાસે નર્મદા કેનાલના કિનારે એક બિનવારસી બાઇક મળી આવતા રહસ્ય ઘેરાયું છે. 22 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ચાવડા રાત્રિના અંધકારમાં ઘરેથી નીકળ્યા બાદ કેનાલના ઊંડા પાણીમાં ક્યાં અદ્રશ્ય થઈ ગયા તે સવાલ સૌને સતાવી રહ્યો છે.
vaghodia  નર્મદાની કેનાલમાં યુવાને ઝંપલાવ્યું  રાત્રે ઘરેથી નીકળ્યા બાદ માત્ર બાઇક મળ્યું
Advertisement
  • Vaghodia ના રાજપુરા પાસે નર્મદાની કેનાલમાં યુવાને ઝંપલાવ્યું
  • 22 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ચાવડા નામના યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું
  • યુવક રાત્રિના સમયે રાજપુરાથી બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો
  • યુવાનનું બાઇક નર્મદા કેનાલ પાસેથી મળી આવતા મચી ચકચાર
  • હાલોલ અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ તેજ

વાઘોડિયા (Vaghodia) તાલુકાના રાજપુરા ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક ૨૨ વર્ષીય યુવાને ઝંપલાવ્યું હોવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધર્મેન્દ્રસિંહ ચાવડા નામનો યુવાન ગત રાત્રિના સમયે પોતાના ઘરેથી બાઇક લઈને નીકળ્યો હતો, પરંતુ તે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

Advertisement

Vaghodia: યુવાનનું વાહન બિનવારસી મડી આવ્યું

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રાજપુરા પાસે આવેલી નર્મદા કેનાલ (Narmada Canal) ના કિનારેથી યુવાનનું બાઇક બિનવારસી હાલતમાં મળી આવ્યું. સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક પોલીસ અને તંત્રને જાણ કરી હતી. યુવાને કેનાલમાં કયા કારણોસર ઝંપલાવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે.

Advertisement

Vaghodia_gujarat_first

ઘટનાને પગલે યુવાનના પરિવારમાં ભારે શોક

ઘટનાની ગંભીરતાને જોતા હાલોલ ફાયર બ્રિગેડ (Halol Fire Brigade) અને વડોદરા ફાયર બ્રિગેડ (Vadodara Fire Brigade) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરો અને તરવૈયાઓ દ્વારા કેનાલના ઊંડા પાણીમાં યુવાનની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) શરૂ કરવામાં આવ્યું છે. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે, જોકે તંત્ર દ્વારા યુવાનને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે યુવાનના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો; Molestation Case Surat: સુરતમાં છેડતી કરનારની જાહેરમાં ધોલાઈ, રણચંડી બનેલી નારીઓનો વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×