ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad : વાપીમાં પતિ પત્ની વચ્ચેની સામાન્ય બબાલનો કરુણ અંજામ

Valsad : વલસાડ (Valsad)  જિલ્લાના વાપીમાં પતિ પત્ની વચ્ચે થયેલ સામાન્ય બબાલનો કરુણ અંજામ આવ્યો છે. પત્નીએ પતિ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતા પતિએ ગળુ દબાવી પત્નીની હત્યા કરી હતી. અને ત્યાર બાદ પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો...
02:41 PM Jan 04, 2024 IST | Maitri makwana
Valsad : વલસાડ (Valsad)  જિલ્લાના વાપીમાં પતિ પત્ની વચ્ચે થયેલ સામાન્ય બબાલનો કરુણ અંજામ આવ્યો છે. પત્નીએ પતિ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતા પતિએ ગળુ દબાવી પત્નીની હત્યા કરી હતી. અને ત્યાર બાદ પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો...

Valsad : વલસાડ (Valsad)  જિલ્લાના વાપીમાં પતિ પત્ની વચ્ચે થયેલ સામાન્ય બબાલનો કરુણ અંજામ આવ્યો છે. પત્નીએ પતિ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતા પતિએ ગળુ દબાવી પત્નીની હત્યા કરી હતી. અને ત્યાર બાદ પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી.

બનાવની વિગત મુજબ વલસાડ (Valsad)  જિલ્લાના વાપીના છેવાડે આવેલા લવાછા વિસ્તારના પિપરીયામાં બાપુનગરની ચાલીમાં પોતાની પત્ની નિતા અને બે બાળકો સાથે રહેતો અને મુળ બિહારનો તુલસી કુમાર સોમનાથ બિન્દ એક કંપનીમાં નોકરી કરી ઘર ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસ અગાઉ તુલસી કુમારે ઓનલાઈન શોપિંગ એપ ફિફ્લપકાર્ટ ઉપર માત્ર 90 રૂપિયાની બે ઘડિયાળ જોતા પોતાના બંને બાળકો માટે આ ઘડિયાળ ઓર્ડર કરતા આ ઓર્ડરનું પાર્સલ ઘરે આવ્યું હતું. જોકે ઘડિયાળ ઘરે આવતાની સાથેજ પત્ની નિતા વિફરી હતી અને મને પૂછ્યા વગર કેમ ઘડિયાળ મંગાવ્યું એમ કહી તેને પતિ તુલસીકુમાર સોમનાથ બીન્દ સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો. જેથી કંટાળીને તુલસીએ નિતાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

બાળકોને ગાર્ડનમાં ફરાવવા લઇ ગયો

પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આરોપી પતિ તુલસી કુમાર પત્નીની લાશને ઘરના અંદર જ છોડી બહારથી તાળું મારી બંને બાળકોને લઇને નીકળી ગયો હતો. અને ત્યાર બાદ બંને બાળકોને ગાર્ડનમાં ફરાવવા લઇ ગયો હતો અને બંને બાળકોને ખવડાવી-પીવડાવી બંને બાળકોને સાથે લઈ પોલીસ મથકે પહોંચ્યો હતો અને મૈને બીવી કો ગલા ઘોટ કર માર ડાલા કહી પોતે કરેલા ગુનાની હકીકત પોલીસને જણાવતા ડુંગરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પરિવારથી વિરુદ્ધ જઈ ઘરથી ભાગી લગ્ન કરી લીધા

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી તુલસી કુમાર અને નીતા વચ્ચે 7 વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બંધાતા તેમણે પરિવારથી વિરુદ્ધ જઈ ઘરથી ભાગી લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ તુલસી કુમાર અને નિતા સુરત, મુંબઇ આમ અલગ અલગ જગ્યાએ રહેતા હતા. ત્યાર બાદ તેઓ વાપી આવ્યા હતા અને લવાછાના બાપુનગર વિસ્તારમાં ભાડેથી રહેતા હતા.

પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી

તુલસી કુમાર અને નિતાએ પરિવારના વિરુદ્ધ જઈ ભાગીને પ્રેમલગ્ન કરી લેતા પરિવારે પણ તેમની સાથે છેડો ફાડી નાખ્યો હતો. બંનેને સાત વર્ષમાં લગ્ન જીવનમાં બે બાળકો થયા હતા. જોકે આખરે હવે ઓનલાઈન શોપિંગ જેવી બાબતમાં બોલાચાલી થતા પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી નાખતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. જેથી પત્નીની હત્યાના ગુનામાં આરોપી પતિ તુલસી કુમારને જેલ જવાનો વારો આવ્યો છે આથી હવે બંને બાળકોના ભવિષ્ય અંધકારમય બન્યા છે. તો સાથેજ સાત વર્ષના પ્રેમ સબંધનો પણ કરુણ અંજામ આવ્યો છે.

અહેવાલ - રિતેશ પટેલ, વલસાડ

આ પણ વાંચો - Narmada : રાજપીપળામાં મહિલાએ ધાબાને જ બગીચો બનાવ્યો

Tags :
GujaratGujarat FirstHusband-Wifemaitri makwanaMurdertragic endValsadvapi
Next Article