Valsad : મોડી રાત સુધી ગરબા રમવા અંગે સાંસદ ધવલ પટેલનું મહત્ત્વનું નિવેદન, કોંગ્રેસ પર પ્રહાર!
- મોડી રાત સુધી ગરબા રમવાને લઈને સાંસદ ધવલ પટેલનું નિવેદન (Valsad)
- મોડી રાત નહીં, વહેલી સવાર સુધી ખેલૈયા ગરબા ગાઈ શકે : ધવલ પટેલ
- CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ સંઘવીએ કહેલું જ છેઃ ધવલ પટેલ
- "મોડી રાત સુધી ગરબાના કારણે કોંગ્રેસનાં પેટમાં તેલ રેડાયું હતુ"
Valsad : રાજ્યમાં માં અંબાની આરાધનાનાં સૌથી મોટા પર્વ નવરાત્રિની (Navratri 2025) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. પહેલા નોરતે માઈભક્તોએ મા અંબાની પૂજા-અર્ચના કરી ગરબાની રમઝટ બોલાવી હતી. શેરી અને પાર્ટી પ્લોટમાં યોજાનારા ગરબા મહોત્સવમાં પહેલા જ દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. જો કે, આ વચ્ચે વલસાડમાં મોડી રાત સુધી ગરબા રમવા અંગે સાંસદ ધવલ પટેલનું (Dhaval Patel) મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો - Amreli : મોડી રાતે કાર પર થયેલા હુમલાના પ્રયાસ મામલે SP ને મળ્યા પ્રતાપ દુધાત, જાણો શું કહ્યું?
Valsad માં મોડી રાત સુધી ગરબા રમવા અંગે MP ધવલ પટેલના કોંગ્રેસ પર પ્રહાર!
વલસાડમાં (Valsad) ભારતીય જનતા પાર્ટીનાં (BJP) સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મોડી રાત સુધી ગરબા રમવાની છૂટથી કોંગ્રેસનાં (Congress) પેટમાં તેલ રેડાયું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વખતે પણ ગરબાની ઉજવણી વહેલી સવાર સુધી ચાલશે અને આ આપણું ગુજરાત છે, કોઈ પાકિસ્તાન નથી. આપણે સવાર સુધી ગરબા રમીશું અને પર્વની ધૂમધામથી ઉજવણી કરીશું. આ સુરક્ષિત ગુજરાત છે, જેના પેટમાં તેલ રેડાતું હોય એ રેડાય.
આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2025 નું ઉદ્ઘાટન કર્યું
"મોડી રાત સુધી ગરબાનાં કારણે કોંગ્રેસનાં પેટમાં તેલ રેડાયું હતું"
સાંસદ ધવલ પટેલે આગળ કહ્યું કે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ કહ્યું છે કે, વહેલી સવાર સુધી ખેલૈયા રમી શકશે. ગયા વર્ષે પણ આજ પ્રકારનું આયોજન થયું હતું અને ત્યારે પણ કોંગ્રેસનાં પેટમાં તેલ રેડાયું હતું. જણાવી દઈએ કે, ગઈકાલે રાતે સાંસદ ધવલ પટેલ એક નવરાત્રિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખેલૈયાઓ વચ્ચે આ વાત કહી હતી.
આ પણ વાંચો - Ahmedabad Seventh Day School: સેવન્થ ડે સ્કૂલ શરુ કરવાની માંગ સાથે વાલીઓ DEO કચેરી પહોંચ્યા