ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad : વાપીમાં 10 દિવસ અગાઉ ચોરી કરનાર 'સ્પાયડર મેન'ને પોલીસે ઝડપ્યો

Valsad ના વાપીમાં 10 દિવસ અગાઉ થયેલ ચોરીનો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સ્પાઈડરમેન તરીકે કુખ્યાત આ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. વાંચો વિગતવાર.
02:25 PM Aug 18, 2025 IST | Hardik Prajapati
Valsad ના વાપીમાં 10 દિવસ અગાઉ થયેલ ચોરીનો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સ્પાઈડરમેન તરીકે કુખ્યાત આ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. વાંચો વિગતવાર.
Valsad Gujarat- First-18-08-2025

Valsad : વાપીમાં 10 દિવસ અગાઉ થયેલ ચોરીનો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સ્પાઈડરમેન (Spiderman) તરીકે કુખ્યાત આ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. ફરાર આરોપીને ઝડપવા પોલીસે વાપીથી મુંબઈ સુધીના 200 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. તપાસના અંતે પોલીસ આરોપીનું પગેરૂ મેળવી મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રતલામ પહોંચી હતી. જ્યાંથી પોલીસ દ્વારા ચોરી કરનાર સુમન ઉર્ફે સોનુ ગુલ્લુની ધરપકડ કરી વલસાડ લવાયો હતો.

સમગ્ર ઘટનાક્રમ

વલસાડ જિલ્લાના વાપીના નામધા વિસ્તારમાં 10 દિવસ અગાઉ એક ફ્લેટમાંથી ચોરી થઈ હતી. ચોરી કરનાર ઈસમ બિલ્ડિંગમાં ઉપરના માળે ફ્લેટની બારીમાંથી પ્રવેશ કરી ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સહિત અંદાજે પોણા બે લાખથી વધુની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો. ચોરીની આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ વાપી પોલીસ દોડતી થઈ હતી. આરોપી સુધી પહોંચવા વાપી ટાઉન પોલીસ અને વલસાડ એલસીબી એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ 31 PI's Internal Transfer : અમદાવાદ શહેરના 31 PI ની આંતરિક બદલીના આદેશ કરાયા

પોલીસ કાર્યવાહી

વાપીના નામધા વિસ્તારમાં 10 દિવસ અગાઉ એક ફ્લેટમાંથી રોકડ રકમ અને દાગીના સહિત અંદાજે પોણા બે લાખથી વધુની ચોરી કરી અને ફરાર થયેલ આરોપી ઝડપાઈ ગયો છે. વલસાડ જિલ્લા પોલીસ વડા (ઈન્ચાર્જ) એ. કે. વર્માએ જણાવ્યું કે, આ આરોપી ગેસ અને પાઈપલાઈનની મદદથી સ્લાઈડર બારી સુધી પહોંચતો હતો. ગ્રીલ ન હોય તેવી બારીમાંથી ફ્લેટમાં દાખલ થઈને ચોરી કરતો હતો. આ ચોર સ્પાઈડર મેન તરીકે ઓળખાતો હતો.

Valsad Gujarat- First-18-08-2025--

 

7 જેટલા ચોરીના ભેદ ઉકેલાયા

આ ગુનો ઉકેલવા અને આરોપીને ઝડપી લેવા માટે વાપી ટાઉન પોલીસ અને વલસાડ એલસીબી એ વાપીથી મુંબઈ સુધીના 200 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજ ની તપાસના અંતે પોલીસને જાણ થઈ કે આ ચોરીમાં મહારાષ્ટ્રના થાણા વિસ્તારમાં રહેતો એક આરોપી સામેલ છે. જેની તપાસ કરતાં વલસાડ એલસીબી પોલીસની ટીમ આરોપીનું પગેરૂ મેળવી મધ્યપ્રદેશના રતલામ પહોંચી હતી. જ્યાં પોલીસે ચોરી કરનાર સુમન ઉર્ફે સોનુ ગુલ્લુને પકડી તેની ધરપકડ કરી વલસાડ લાવવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં 7 જેટલા ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

આ પણ વાંચોઃ Shravan 2025 નો આજે છેલ્લો સોમવાર... ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSNamdha areaSonu GulluSpiderman thiefSumanTheft Case SolvedValsadValsad LCBvapi
Next Article