Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: વાસણા પોલીસની મોટી સફળતા, રિક્ષા ગેંગના ૩ આરોપી ઝડપાયા

અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રિક્ષાની આડમાં આખેઆખી ગેંગ સક્રિય હતી. મુસાફરોની નજર ચૂકવીને તેમની કિંમતી વસ્તુઓ સેરવી લેતા આ આરોપીઓ છેલ્લે પોલીસના સકંજામાં આવ્યા છે. પોલીસની તપાસમાં તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ તો જપ્ત થયો જ છે
ahmedabad  વાસણા પોલીસની મોટી સફળતા  રિક્ષા ગેંગના ૩ આરોપી ઝડપાયા
Advertisement

અમદાવાદ શહેર (Ahmedabad City) પોલીસ દ્વારા ગુનાખોરી પર લગામ લગાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં વાસણા પોલીસ સ્ટેશન (Vasna Police Station) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવીને ચોરી કરતી એક સક્રિય ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે.

Ahmedabad: વાસણા પોલીસે કરી કાર્યવાહી

પોલીસ કમિશનરની સૂચના અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, વાસણા પોલીસના સ્ટાફને મળેલી ગુપ્ત બાતમી મુજબ, એક ઓટો રિક્ષામાં ત્રણ ઇસમો મુસાફરોની તલાશમાં ફરી રહ્યા હતા. આ ગેંગ રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા લોકોના સામાન કે કિંમતી વસ્તુઓની ચોરી કરતી હતી. પોલીસે સમયસૂચકતા દાખવી વાસણા બેરેજ રોડ (Vasna Barrage Road) પાસેથી આ રિક્ષાને અટકાવી હતી. તપાસ દરમિયાન પોલીસને રિક્ષામાંથી મોટી રકમ અને અન્ય પુરાવા મળી આવ્યા હતા.

Advertisement

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લાંબો

ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ હુસેન, મોહમ્મદ સમીર અને સંજય સોલંકીનો સમાવેશ થાય છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ (Criminal Record) પણ લાંબો છે. અગાઉ પણ તેઓ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે શહેર કોટડા, વટવા અને કાગડાપીઠમાં ચોરી તથા લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે સી.એન.જી. ઓટો રિક્ષા અને રોકડ રકમ મળી કુલ 3,84,000 રૂપિયાનો મુદ્દામાલ (Recovered Property) કબજે કર્યો છે. હાલ વાસણા પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકારની કાર્યવાહીથી શહેરમાં વાહન ચોરી અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: સિવિલ હોસ્પિટલ બની યુદ્ધનું મેદાન, બે પરિવારો વચ્ચે છુટ્ટા હાથે મારામારી

Tags :
Advertisement

.

×