ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vav Assembly by-Election: કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કેટલી લીડ મળશે?

Vav Assembly by-Election: મતગણતરીના બે રાઉન્ડ પૂરા થયા છે તેમાં 297 થી ગુલાબસિંહ રાજપુત આગળ ચાલી રહ્યાં છે.
09:39 AM Nov 23, 2024 IST | VIMAL PRAJAPATI
Vav Assembly by-Election: મતગણતરીના બે રાઉન્ડ પૂરા થયા છે તેમાં 297 થી ગુલાબસિંહ રાજપુત આગળ ચાલી રહ્યાં છે.
Vav Assembly by-Election
  1. લોકોએ આશિર્વાદ આપ્યાનો વિશ્વાસ: ગુલાબસિંહ
  2. જીત બાદ ઢીમા દર્શન કરીશુ: ગુલાબસિંહ રાજપૂત
  3. જીતનો શ્રેય કોંગ્રેસ આગેવાનોને: ગુલાબસિંહ

Vav Assembly by-Election: વાવ વિધાનસભાની ચૂંટણીમાં આજે વટની લડાઈનું પરિણાણ આવવાનું છે. જેમાં દરેક ઉમેદવારે પોતાની જીતની આશા વ્યક્ત કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર (Gulab Singh Rajput)એ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પોતાનો વિજય થયા બાદ ઢીમાં દર્શન માટે જઈશું અને બાદમાં લોકોનો આભાર પણ માનીશું તેવું ગુલાબસિંહ (Gulab Singh Rajput)એ જણાવ્યું હતું. જો કે, અત્યારે બે રાઉન્ડ પૂરા થયા છે તેમાં 297 થી ગુલાબસિંહ રાજપુત આગળ ચાલી રહ્યાં છે.

ત્રણ રાઉન્ડ પછી કોંગ્રેસ આગળ જ રહેશે: ગુલાબસિંહ

ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, ‘અમે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ રીતે ચૂંટણી લડ્યાં છીએ. અત્યારે જ્યારે લોકોનો આશીર્વાદ મળવાનો છે, ત્યારે અમને વિશ્વાસ છે કે વાવના લોકોએ અમને મત આપ્યાં હશે.’ નોંધનીય છે કે, ગુલાબસિંહ લોકોએ આશીર્વાદ આપ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુલાબસિંહ રાજપૂતે એવું પણ કહ્યું કે, જીત બાદ અમે ઢીમા દર્શન કરવા માટે જઈશું અને ત્યાંર બાદ લોકોનો આભર પણ વ્યક્ત કરીશું. એટલું જ નહીં પરંતુ ત્રણ રાઉન્ડ પછી કોંગ્રેસ આગળ જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, અમે જીતનો શ્રેય કોંગ્રેસ આગેવાનોને આપ્યો છે.

આ પણ વાંચો: Vav Assembly by-Election: પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી જીતની આશા

કોણ મારશે વાવ વિધાનસભા બેઠક પર બાજી?

આ બાજુ ભાજપ અને અપક્ષ ઉમેદવારે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. જો કે, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાની જીતની આશા વ્યક્ત કરી છે. એટલું જ નહીં પરંતુ લીડ સાથે જીતની સ્વરૂપજી ઠાકોરે આશા વ્યકત કરી છે. પાલનપુરમાં પાાતળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોર મતગણતરી કેન્દ્ર પર નીકળ્યાં છે.

આ પણ વાંચો: Vav Assembly by-Election: વટની લડાઈમાં આજે આવશે પરિણામ! Gujarat First પર મળશે પળેપળની માહિતી

Tags :
Assembly by-electionGeniben ThakorGulab Singh RajputMavjibhai Patel. Vav by-ElectionSwarupji ThakorVav assembly by-electionVav Assembly by-Election Latest NewsVav assembly by-election NewsVav Assembly by-Election ResultVav Assembly by-Election Update
Next Article