Vav Assembly by-Election: મતગણતરીને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન, ગુલાબસિંહ આટલા મતોથી...
- વાવમાં વટની લડાઈમાં આજે નક્કી થશે બાજીગર!
- સાંસદ ગેનીબેન ઠાકોરે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
- 5 હજાર મતની લીડથી કોંગ્રેસ ઉમેદવાર જીતશે: ગેનીબેન
Vav Assembly by-Election: પાલનપુરના જગાણા ખાતે વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી થઈ રહીં છે. જેમાં ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ગયાં છે. ત્રણ રાઉન્ડને અંતે આ બેઠક પર ગુલાબસિંહ રાજપૂત 1410 મતથી આગળ ચાલી રહ્યાં છે. આ દરમિયાન ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. મતગણતરીને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ચુંટણી પરિણામ પહેલા ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન | Gujarat First#vav #VavElectionResults #congress #genibenhakor #ElectionResults2024 #liveupdates #Gujaratfirst@GenibenThakor pic.twitter.com/W4CqDOOVwG
— Gujarat First (@GujaratFirst) November 23, 2024
ગુલાબસિંહ રાજપૂત ત્રણ રાઉન્ડને અંતે આગળ
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, 5 હજારથી ઉપર અને 10 હજારની અંદરના કોંગ્રેસ પાર્ટી વિજય બનશે. આ સાથે તેમણે પોતાના પ્રચારની પણ વાત કરી હતી. આ સાથે પોતાના ગઢ એટલે કે વાવમાં ગુલાબસિંહની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, અત્યારે ગુલાબસિંહ રાજપૂત ચાર રાઉન્ડને અંતે આગળ ચાલી રહ્યાં છે. જો કે, હજી અન્ય રાઉન્ડ બાકી છે. જેથી પરિણામ આવ્યા બાદ જાણવા મળશે કે આખરે વાવના લોકોએ કોને પસંદ કર્યા છે?
આ પણ વાંચો: કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કેટલી લીડ મળશે?
Vav Election Results : Gulabsinh કરી મોટી ભવિષ્યવાણી, જુઓ કેટલા મતથી જીતશે | Gujarat First#vav #VavElectionResults #congress #genibenhakor #Gulabsinh #ElectionResults2024 #liveupdates #Gujaratfirst@GulabsinhRajput pic.twitter.com/NVQnZY0uN6
— Gujarat First (@GujaratFirst) November 23, 2024
ગુલાબસિંહ લોકોએ આશીર્વાદ આપ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
પોતાની જીતની આશા વ્યક્ત કરતા ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, ‘અમે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ રીતે ચૂંટણી લડ્યાં છીએ. અત્યારે જ્યારે લોકોનો આશીર્વાદ મળવાનો છે, ત્યારે અમને વિશ્વાસ છે કે વાવના લોકોએ અમને મત આપ્યાં હશે.’ નોંધનીય છે કે, ગુલાબસિંહ લોકોએ આશીર્વાદ આપ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુલાબસિંહ રાજપૂતે એવું પણ કહ્યું કે, જીત બાદ અમે ઢીમા દર્શન કરવા માટે જઈશું અને ત્યાંર બાદ લોકોનો આભર પણ વ્યક્ત કરીશું. એટલું જ નહીં પરંતુ ત્રણ રાઉન્ડ પછી કોંગ્રેસ આગળ જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, અમે જીતનો શ્રેય કોંગ્રેસ આગેવાનોને આપ્યો છે.
આ પણ વાંચો: પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી જીતની આશા
Vav Election Results : વાવના BJPના ઉમેદવારે કર્યાં મહાદેવના દર્શન | Gujarat First
સ્વરૂપજી ઠાકોરે કર્યાં પાતળેશ્વર મહાદેવના દર્શનસ્વરૂપજી ઠાકોરે દર્શન કરી જીતની આશા વ્યક્ત કરી
લીડ સાથે જીતની આશા વ્યકત કરી સ્વરૂપજી ઠાકોરે#VavElections2024 #SwaroopjiThakor #MahadevBlessings… pic.twitter.com/5RFzJcCx1T— Gujarat First (@GujaratFirst) November 23, 2024
શું ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત શકે?
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાની જીતની આશા વ્યક્ત કરી છે. એટલું જ નહીં પરંતુ લીડ સાથે જીતની સ્વરૂપજી ઠાકોરે આશા વ્યકત કરી છે. પાલનપુરમાં પાાતળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોર મતગણતરી કેન્દ્ર પર નીકળ્યાં છે.
આ પણ વાંચો: Vav Assembly by-Election: વટની લડાઈમાં આજે આવશે પરિણામ!