Vav Assembly Seat: ‘અમારી ક્યાંક કચાશ રહીં ગઈ’ કોંગ્રેસની હાર પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
- ભાજપના ઉમેદવાર વાયદા પૂર્ણ કરે એવી આશા: ગેનીબેન ઠાકોર
- અમે થોડા મત માટે રહી ગયા છીએ: ગેનીબેન ઠાકોર
- આગામી સમયમાં એનાલિસિસ કરીને ક્ષતિઓ દૂર કરીશું: ગેનીબેન ઠાકોર
Vav Assembly Seat: વાવમાં ભાજપની જીત થઈ અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસની હારને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે વાવ વિધાનસભાની અને કોંગ્રેસના મતદારોનો આભાર માન્યો છે. આ સાથે એવું પણ કહ્યું કે, ક્યાંક તેમની ખોટ રહીં ગઈ જેના કારણ હાર મળી છે. નોંધનીય છે કે, વાવ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહે હતીં પરંતુ આ વખતે ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો છે.
Vav બેઠક પર હાર મુદ્દે સાંસદ Geniben Thakorનું નિવેદન
કાર્યકરો અને મતદારોના આભાર: ગેનીબેન ઠાકોર
ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે: ગેનીબેન ઠાકોર
આવનાર સમયમાં કચાસ દૂર કરીશું: ગેનીબેન ઠાકોર
અમે લોકચુકાદો માથે રાખીએ છીએ: ગેનીબેન ઠાકોર@GenibenThakor #Gujarat #Banaskantha #Vav… pic.twitter.com/w647rleMZJ— Gujarat First (@GujaratFirst) November 23, 2024
આ પણ વાંચો: કોંગ્રેસ જીતી ગઇ હોત VAV વિધાનસભા, આ 5 ભૂલ ભારે પડી
અમે લોક ચુકાદાને માથા ઉપર ચડાવીએ છીએઃ ગેનીબેન
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ‘વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો મતદારોનો હૃદય પૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વોટ આપ્યા છે. ક્યાં અમારી કચાસ રહી ગઈ છે, લોકશાહીની અંદર સ્વરોપરી લોક ચુકાદો રહેતો હોય છે અમે લોક ચુકાદાને માથા ઉપર ચડાવીએ છીએ. આવનાર સમયમાં અમારી જે કંઈ નાના મોટી કચાશ રહી ગઈ છે એ કદાચ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. ભાજપના ઉમેદવારોએ જે વાયદા આપ્યા તે વાયદા પૂર્ણ કરે એવી આશા રાખું છું.’
આ પણ વાંચો: સ્વરૂપજી ઠાકોર જીત્યા તો ખરા પરંતુ 5 વર્ષ પૂરા નહીં કરી શકે! જાણો શા માટે...
વાવ વિધાનસભાના મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માનું છુંઃ ગેનીબેન
વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે થોડા મત માટે રહી ગયા છીએ પરંતુ આવનાર સમયમાં તેનું એનાલિસિસ કરીને જે પણ ક્ષતિઓ રહી ગઈ છે તે આવનાર સમયમાં ના રહે એવી દિશામાં આવનાર સમયમાં પ્રયત્ન કરીશું. અમારી ગણતરી જે અપક્ષ ઉમેદવાર 30,000 થી ઉપર મત લઈ જાય તે પ્રકારની ધારણા હતી. તે ક્યાંક ને ક્યાંક છેલ્લે જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર ,ચૌધરી અને જે મેજર સમાજો છે તે ક્યાંકને ક્યાંક અમારી ધારણાથી વધારે મત ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે અમારી ક્યાંક નાના મોટી ક્ષતિ રહી ગઈ છે તે આવનાર સમયમાં સુધારવાનો પ્રયત્ન કરીશું .’
આ પણ વાંચો: ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો! વાવમાં જંગી બહુમત સાથે સ્વરૂપજીએ મારી બાજી