Vav-Tharad : સુઈગામનાં સોનેથ ગામે સરપંચ અને ડે. સરપંચની અનોખી રીતે વરણી
- સુઈગામનાં સોનેથ ગામે અનોખી રીતે સરપંચની પસંદગી કરાઈ (Vav-Tharad)
- માતાજીનાં મંદિરે એકઠા થઈ ચિઠ્ઠી ઉછાળી સરપંચની પસંદગી કરાઈ
- નાની બાળકી પાસે ચિઠ્ઠી ખેંચાઈ સરપંચની પસંદગી કરાઈ
- સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલની વરણી કરાઈ
- ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર ભેમાભાઈની વરણી
Vav-Tharad : સુઈગામ તાલુકાના સોનેથ ગામે અનોખી રીતે સંરપંચની પસંદગી કરવામાં આવી છે. ગ્રામજનોએ માતાજીનાં મંદિરે એકઠા થઈ ચિઠ્ઠી ઉછાળી સરપંચની પસંદગી કરી છે. નાની બાળકી પાસે ચિઠ્ઠી ખેંચાઈને સરપંચની પસંદગી કરાઈ છે. સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને ડેપ્યૂટી સરપંચ તરીકે ભેમાભાઈ ઠાકોરની વરણી થઈ છે.
આ પણ વાંચો - Surendranagar : પાટડી સરકારી હોસ્પિટલ Video વિવાદમાં તપાસનાં આદેશ
Banaskantha ચિઠ્ઠી ખુલી અને મળી ગયા નવા સરપંચ અને ઉપ-સરપંચ...!
બનાસકાંઠાના સુઈગામના સોનેથ ગામે સરપંચ અને ઉપસરપંચની વરણી
માતાજીના મંદિરે સૌ ગ્રામજનોએ એકઠા થઈ નાની દીકરીને એક ચિઠ્ઠી કાઢવાનું જણાવ્યું
ચિઠ્ઠીમાં સરપંચ તરીકે ગંગારામ પટેલ અને ઉપ-સરપંચ તરીકે ઠાકોર ભેમાભાઈનું નામ… pic.twitter.com/deIjhH90ct— Gujarat First (@GujaratFirst) June 3, 2025
માતાજીનાં મંદિરે ચિઠ્ઠી ઉછાળી બાળકી પાસે ખંચાવી પસંદગી કરાઈ
વાવ-થરાદ જિલ્લાનાં (Vav-Tharad) સુઈગામ તાલુકામાં આવેલ સોનેથ ગામે (Soneth Village) સરપંચ અને ડે. સરપંચની અનોખી રીતે પસંદગી કરવામાં આવી છે. માહિતી અનુસાર, 2600 થી વધુ મતદાન ધરાવતા સોનેથ ગામની ગ્રામ પંચાયતનાં સરપંચ પદ માટેની ચૂંટણી બિનહરીફ બની હતી. માતાજીનાં મંદિરે ગ્રામજનો એકઠા થઈ ચિઠ્ઠી ઉછાળી અને નાની બાળકી પાસે ચિઠ્ઠી ખેંચાઈ સરપંચની પસંદગી કરી છે.
આ પણ વાંચો - Corona in Gujarat : રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું! અત્યાર સુધીમાં 461 એક્ટિવ કેસ નોંધાયા
ગામમાં એકતા જળવાઈ રહે તે હેતુથી ચિઠ્ઠી ઉછાળી વરણી કરાઈ
માહિતી અનુસાર, સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ (Gangarambhai Patel) અને ડેપ્યૂટી સરપંચ તરીકે ભેમાભાઈ ઠાકોરની (Thakor Bhemabhai) વરણી કરાઈ છે. ગામમાં એકતા જળવાઈ રહે અને ગામનો વિકાસ થાય તે માટે વિવાદથી દૂર રહી ચિઠ્ઠી ઉછાળી સરપંચ અને ડેપ્યૂટી સરપંચની વરણી કરાઈ હોવાનું ગ્રામજનો અને અગ્રણીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - Kutch Sindoor Van : અમદાવાદ બાદ ભુજમાં બનશે 'સિંદૂર વન', એક હેક્ટરમાં 10 હજાર છોડ રોપાશે