Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

VB-G RAM G આણશે મનરેગા-ભ્રષ્ટાચારનો અંત, એક વીકમાં મળી જશે કામદારોને પેમેન્ટ

ગાંધીનગર : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારની નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) અથવા VB-G RAM G યોજનાને આવકારી છે. આ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ને સ્થાને લાવવામાં આવી છે, જેને તેમણે ભ્રષ્ટાચાર મુક્ત અને આધુનિક મોડલ ગણાવ્યું છે.
vb g ram g આણશે મનરેગા ભ્રષ્ટાચારનો અંત  એક વીકમાં મળી જશે કામદારોને પેમેન્ટ
Advertisement
  • જગદીશ વિશ્વકર્મા : મનરેગાના ભ્રષ્ટાચારને અંત VB-G RAM G માં સાપ્તાહિક વેતન અને GPS મોનિટરિંગ
  • ગુજરાત ભાજપ પ્રમુખની પ્રેસ કોન્ફરન્સ : PM મોદીના નેતૃત્વમાં મનરેગાનું નવું આધુનિક મોડલ VB-G RAM G
  • VB-G RAM Gમાં રિયલ ટાઈમ મોનિટરિંગથી ભ્રષ્ટાચાર દૂર : જગદીશ વિશ્વકર્મા
  • મનરેગા 2005 ભ્રષ્ટાચારનું કેન્દ્ર હતી, હવે VB-G RAM Gથી ગ્રામીણ મજૂરોને વધુ લાભ : ભાજપ પ્રમુખ
  • જગદીશ વિશ્વકર્મા : સાપ્તાહિક વેતન અને ટેક્નોલોજીથી VB-G RAM G ગ્રામીણ વિકાસનું નવું માધ્યમ

ગાંધીનગર : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ (JagdishBhai Vishwakarma) આજે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારની નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) અથવા VB-G RAM G યોજનાને આવકારી છે. આ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA)ને સ્થાને લાવવામાં આવી છે, જેને તેમણે ભ્રષ્ટાચાર મુક્ત અને આધુનિક મોડલ ગણાવ્યું છે.

હવે કામદારોને અઠવાડિયે મળી જશે પૈસા

જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, મનરેગા યોજના (MGNREGA) વર્ષ 2005માં શરૂ થઈ હતી અને તેમાં 15 દિવસે એકવાર વેતન ચુકવવાની વ્યવસ્થા હતી, જેના કારણે વારંવાર વિલંબ થતો અને ભ્રષ્ટાચારના આરોપો લાગતા હતા. હવે VB-G RAM Gમાં સાપ્તાહિક વેતન ચુકવણીની જોગવાઈ કરવામાં આવી છે, જે ગ્રામીણ મજૂરોને તાત્કાલિક આર્થિક રાહત આપશે. તેમણે કહ્યું, "રિયલ ટાઈમ ડેટા એટલે કે મોબાઈલ અને GPS આધારિત મોનિટરિંગથી કામની દેખરેખ વધુ પારદર્શી અને અસરકારક બનશે."

Advertisement

ભ્રષ્ટાચારની નીતિ થશે દૂર

ભાજપ પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, મનરેગાની ભ્રષ્ટાચાર ભરેલી નીતિને દૂર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજના વિકસિત ભારત 2047ના વિઝન સાથે જોડાયેલી છે અને તેમાં 125 દિવસની રોજગાર ગેરંટી, વધુ પારદર્શિતા અને ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ મનરેગાને ખતમ થવાના ખોટા પ્રચાર કરી રહ્યો છે, જ્યારે વાસ્તવમાં આ સુધારા ગ્રામીણ વિકાસને વેગ આપશે અને મજૂરોને વધુ લાભ પહોંચાડશે.

Advertisement

VB-G RAM G બિલ ડિસેમ્બર 2025માં સંસદમાં પસાર થયું અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી તે કાયદો બન્યો છે. આ નવા કાયદામાં વેતનની સાપ્તાહિક ચુકવણી, જીઓસ્પેશિયલ અને બાયોમેટ્રિક ટૂલ્સથી મોનિટરિંગ, ખેતીની પીક સીઝનમાં કામનું પોઝ તેમજ ફંડ શેરિંગમાં ફેરફાર જેવી મુખ્ય જોગવાઈઓ છે. ગુજરાત જેવા રાજ્યોમાં 60:40નો રેશિયો લાગુ થશે, જેમાં કેન્દ્ર વધુ ભાગ ભોગવશે.

કોંગ્રેસ કરી રહી છે મનરેગા બચાવો આંદોલન

જગદીશભાઈએ ભાર મૂક્યો કે, પીએમ મોદીના આગેવાનીમાં ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્રયાસોનું આ એક મોટું પગલું છે. ગુજરાતમાં ભાજપ સરકાર આ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકશે અને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને વેગ આપશે. આ પ્રેસ કોન્ફરન્સ એ સમયે થઈ છે જ્યારે કોંગ્રેસ 'મનરેગા બચાવો' આંદોલનની તૈયારી કરી રહી છે અને ભાજપ ગામે-ગામ જનજાગૃતિ અભિયાન ચલાવીને નવી યોજનાના લાભો સમજાવી રહી છે.

આ પણ વાંચો-Anand : ABVPના રાજ્ય અધિવેશનમાં નાયબ CM હર્ષભાઈ સંઘવીનો ડ્રગ્સ વિરુદ્ધ હુંકાર

Tags :
Advertisement

.

×