Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Holika Dahan : રાગ-દ્વેષ ભૂલી હળીમળીને ઊજવવાનો આ પર્વ છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત સહિત દેશભરમાં આજે હોળી દહનનાં પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આજે વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી છે. શહેરનાં માનવ મંદિરની બહાર વૈદિક હોળીદહનનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા. લાકડા અને છાણની સ્ટીકો દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, તમામને ખૂબ શુભકામનાઓ.
holika dahan   રાગ દ્વેષ ભૂલી હળીમળીને ઊજવવાનો આ પર્વ છે   cm ભૂપેન્દ્રભાઈ પટેલ
Advertisement
  1. અમદાવાદમાં હોળીદહનનો પવિત્ર પર્વ ઊજવાયો (Holika Dahan 2026)
  2. માનવ મંદિરની બહાર વૈદિક હોળીદહનનો કાર્યક્રમ થયો
  3. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોળીદહનમાં ઉપસ્થિત રહ્યા
  4. ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
  5. લાકડા અને છાણની સ્ટીકો દ્વારા વૈદિક હોળી ઊજવાય છે

Ahmedabad : ગુજરાત સહિત દેશભરમાં આજે હોળી દહનનાં (Holika Dahan 2026) પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આજે વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી છે. શહેરનાં માનવ મંદિરની બહાર વૈદિક હોળીદહનનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) ઉપસ્થિત રહ્યા. ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા. લાકડા અને છાણની સ્ટીકો દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, હોળીએ રંગોનો તહેવાર, તમામને ખૂબ શુભકામનાઓ.

Advertisement

Holika Dahan કાર્યક્રમમાં CM ની હાજરી, કરી પ્રાર્થના

આજે હોળીનાં પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદમાં આવેલા માનવ મંદિરની બહાર હોળી દહન કાર્યક્રમનું (Holika Dahan 2026) આયોજન કરવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે ભાજપનાં કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા. મુખ્યમંત્રીએ પૂજા-અર્ચના કરી નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે, હોળીએ રંગોનો તહેવાર છે. તમામ નાગરિકોને હોળીનાં તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Advertisement

આ પણ વાંચો - Junagadh માં હોળીની અનોખી પરંપરા: 'વાલમ બાપા'ની નનામી કાઢી આપ્યો વ્યસનમુક્તિનો સંદેશ

આપણે બધાએ પર્યાવરણ બચાવવા પર ભાર મૂકવો જોઈએ: CM ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, આ તહેવાર અસત્ય પર સત્યનાં વિજયનો તહેવાર છે. રાગ-દ્વેષ ભૂલી હળીમળીને ઊજવવાનો આ પર્વ (Holi 2026) છે. સાથે મળી રંગોત્સવથી પર્વને ઊજવીએ. તેમણે કહ્યું કે, અહીં, લાકડા અને છાણની સ્ટીકો દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે. આપણે બધાએ પર્યાવરણ બચાવવા પર ભાર મૂકવો જોઈએ. જણાવી દઈએ કે, પરંપરાગત વિધિ અને વેદમંત્રોચ્ચાર સાથે હોલિકાદહન કરવામાં આવ્યું હતું. હોલિકાદહનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ દ્વારા પરિક્રમા કરી નાળિયેર અર્પણ કરાયા હતા.

આ પણ વાંચો - Ambaji Holi Dahan: શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ, જાણો સાંજે 6:30 વાગ્યે શું થશે ખાસ?

Tags :
Advertisement

.

×