Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Veer Baal Diwas : 27 ડિસેમ્બર સુધી રાજ્યભરમાં ગુંજશે શૌર્યગાથા!

ભારતના ભવ્ય ઇતિહાસમાં બલિદાન અને શૌર્યની પરાકાષ્ઠા સમાન શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો (સાહિબજાદાઓના અદ્ભુત ત્યાગને યાદ કરવા માટે સમગ્ર ગુજરાતમાં ‘વીર બાલ દિવસ’ ની ઉજવણીનો પ્રારંભ થયો છે. દર વર્ષે ૨૬મી ડિસેમ્બરના રોજ દેશભરમાં મનાવવામાં આવતા આ દિવસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આજથી ૨૭ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
veer baal diwas   27 ડિસેમ્બર સુધી રાજ્યભરમાં ગુંજશે શૌર્યગાથા
Advertisement
  • Veer Baal Diwas : ગુજરાતમાં સાહિબજાદાઓના શૌર્યની સ્મૃતિમાં ‘વીર બાલ દિવસ’ની ભવ્ય ઉજવણી: ૨૭ ડિસેમ્બર સુધી યોજાશે પ્રેરણાત્મક કાર્યક્રમો

Veer Baal Diwas : ભારતના ભવ્ય ઇતિહાસમાં બલિદાન અને શૌર્યની પરાકાષ્ઠા સમાન શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો (સાહિબજાદાઓ-Guru Gobind Singh Sons) ના અદ્ભુત ત્યાગને યાદ કરવા માટે સમગ્ર ગુજરાતમાં ‘વીર બાલ દિવસ’ Veer Baal Diwas ની ઉજવણીનો પ્રારંભ થયો છે. દર વર્ષે ૨૬મી ડિસેમ્બરના રોજ દેશભરમાં મનાવવામાં આવતા આ દિવસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આજથી ૨૭

ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Veer Baal Diwas : નવી પેઢીમાં દેશભક્તિનું સિંચન કરવાનો ઉદ્દેશ્ય

આ ઉજવણીનો મુખ્ય હેતુ રાજ્યના બાળકો અને યુવાનોમાં નૈતિક મૂલ્યો, સાહસ અને દેશભક્તિની ભાવના પ્રબળ કરવાનો છે. સાહિબજાદાઓએ નાની ઉંમરે ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે જે બલિદાન આપ્યું, તેનાથી યુવા પેઢી અવગત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

Veer Baal Diwas : રાજ્યવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા

  • મંત્રીશ્રીઓની ઉપસ્થિતિ: જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ યોજાનારા કાર્યક્રમોમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

  • શૈક્ષણિક સંસ્થાઓમાં મંથન: રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો તેમજ યુનિવર્સિટીઓમાં પ્રાર્થના સભા દરમિયાન 'વીર બાલ દિવસ' ના મહત્વ વિશે વિશેષ ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે.

  • સ્પર્ધાઓ દ્વારા જનજાગૃતિ: વિદ્યાર્થીઓમાં સાહસની ભાવના જાગે તે માટે વકતૃત્વ સ્પર્ધા, દેશભક્તિના વક્તવ્યો અને સાહિબજાદાઓના જીવન પ્રસંગો પર આધારિત નાટક-ડ્રામાનું આયોજન કરવામાં આવશે.

ઐતિહાસિક મહત્વ

શ્રી ગોવિંદસિંહજી-Guru Gobind Singhના ચાર સાહિબજાદાઓએ અન્યાય સામે ક્યારેય મસ્તક નમાવ્યું નહોતું. ખાસ કરીને સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીએ નાની વયે ધર્મની રક્ષા કાજે દીવાલમાં ચણાઈ જવાનું સ્વીકાર્યું પણ પથ વિચલિત ન થયા. આ બલિદાનની ગાથા આજે પણ કરોડો ભારતીયો માટે પ્રેરણારૂપ છે.

ગુજરાત સરકારની આ પહેલ દ્વારા નવી પેઢીમાં આત્મબલિદાનની પ્રેરણા અને દેશ માટે ગર્વની ભાવના વધુ દ્રઢ બનશે. ૨૭ ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમો દ્વારા સમગ્ર રાજ્યમાં દેશભક્તિનું વાતાવરણ નિર્માણ થશે.

આ પણ વાંચો :પહાડોમાં ખીલી સ્ટ્રોબેરીની લાલાશ! હડાદના આદિવાસી ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી સર્જ્યો ઈતિહાસ

Tags :
Advertisement

.

×