Gir Somnath: વેરાવળ દરિયા કિનારે કરુણ દુર્ઘટના, મિત્રને બચાવવા જતાં યુવતીએ જીવ ગુમાવ્યો
વેરાવળના જાલેશ્વર દરિયા કિનારે દર્શન કરવા નીકળેલી બે યુવતીઓ માટે કુદરતનો કહેર આફત બનીને ત્રાટક્યો હતો. એકાએક દરિયાના ઉછળતા મોજાંઓએ યુવતીઓને પોતાની ઝપેટમાં લેતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. એક સગી વયની યુવતીને બચાવવા જતાં અન્ય મિત્ર પણ ઘવાઈ હતી. તબીબોએ હોસ્પિટલમાં એકને મૃત જાહેર કરતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
Advertisement
Veraval Beach Incident: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ (Veraval) ખાતે આવેલ જાલેશ્વર દરિયા કિનારે (Jaleshwar Sea Beach) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દર્શન કરવા માટે નીકળેલી બે યુવતીઓ દરિયા કિનારેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક દરિયાના મોજાંએ તેમને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં નિકિતા રામભાઈ પંડિત નામની યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

