VGRC Mehsana : CM ભૂપેન્દ્ર પટેલ અને જાપાનનાં રાજદૂત વચ્ચે મુલાકાત, કહ્યું- ગુજરાતમાં રોકાણ માટે..!
- મહેસાણામાં વાઈબ્રન્ટ કોન્ફરન્સમાં જાપાનનાં રાજદૂતે આપી હાજરી (VGRC Mehsana)
- જાપાનનાં રાજદૂત કેઈચી ઓનો સાથે CM ભૂપેન્દ્ર પટેલે કરી મુલાકાત
- મુલાકાત બાદ CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી પોસ્ટ
- ગુજરાત-જાપાન વચ્ચેનાં સંબંધો મજબૂત અને હૂંફાળા : CM ભૂપેન્દ્ર પટેલ
- "ભારત અને ગુજરાતની વિકાસ યાત્રામાં જાપાનનું મહત્વપૂર્ણ યોગદાન"
VGRC Mehsana : ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં બે દિવસીય (9 અને 10 ઓક્ટોબર)'રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ'નું (Regional Vibrant Conference) આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (CM Bhupendrabhai Patel) વરદહસ્તે આ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, ઊર્જા આત્મનિર્ભરતા હેઠળ કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં મંત્રીઓ અને ઉદ્યોગજગતનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. આ કોન્ફરન્સમાં જાપાનના (Japan) રાજદૂતે પણ હાજરી આપી છે. જાપાનનાં રાજદૂત કેઈચી ઓનો સાથે CM ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હોવાની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી છે.
આ પણ વાંચો - VGRC Mehsana: ગુજરાતની છબી બદલાવાનું કામ વડાપ્રધાને કર્યું - CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત-જાપાન વચ્ચેનાં સંબંધો મજબૂત અને હૂંફાળા : CM ભૂપેન્દ્ર પટેલ
મહેસાણામાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ કોન્ફરન્સમાં (VGRC Mehsana) જાપાનનાં રાજદૂત કેઈચી ઓનો (Keiichi Ono) સાથે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત થઈ. આ મુલાકાત અંગેની માહિતી મુખ્યમંત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર પોસ્ટ કરીને આપી છે. તેમણે ભારત અને જાપાનનાં સંબંધો (Japan-India Relation) અંગે વાત કરતા પોસ્ટમાં લખ્યું કે, ગુજરાત-જાપાન વચ્ચેનાં સંબંધો મજબૂત અને હૂંફાળા છે. ભારત અને ગુજરાતની વિકાસ યાત્રામાં જાપાનનું મહત્વપૂર્ણ યોગદાન છે.
આ પણ વાંચો - VGRC Mehsana: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદથી મહેસાણા રેલવેમાં મુસાફરી કરી
'ગુજરાતમાં ઈન્વેસ્ટ માટે જાપાનનાં રોકાણકારોને આમંત્રણ છે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં લખ્યું કે, ગુજરાતમાં ઈન્વેસ્ટ માટે જાપાનનાં રોકાણકારોને આમંત્રણ છે. ઓટોમોબાઇલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ, તેમ જ મૂલ્યવર્ધિત કૃષિ અને ડેરી ઉત્પાદનો, લોજિસ્ટિક્સ, કોલ્ડ-ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનીકરણીય ઊર્જા જેવા ઉભરતા ક્ષેત્રોમાં જાપાનનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.
આ પણ વાંચો - મહેસાણામાં યોજાઈ Vibrant Gujarat રિજનલ કોન્ફરન્સ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના વિઝનને મજબૂતી