Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VGRC :શિવરાજપુર બીચ રોકાણકારો માટે 'મોડલ કેસ સ્ટડી'

ગુજરાતનો પ્રવાસન ક્ષેત્ર આજે વૈશ્વિક ગુણવત્તાના ધોરણો અને ટકાઉ વિકાસની દિશામાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આ વિકાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ કેન્દ્રસ્થાને છે, જે રાજ્યનો પ્રથમ 'ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ' છે. આ બીચના સર્વાંગી વિકાસ માટે TCGL દ્વારા કરવામાં આવેલું ₹૧૩૦ કરોડનું મહત્વાકાંક્ષી રોકાણ હવે આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ રાજકોટ-૨૦૨૬ માં પ્રવાસન રોકાણ માટેનું મુખ્ય આકર્ષણ બનવા તૈયાર છે
vgrc  શિવરાજપુર બીચ રોકાણકારો માટે  મોડલ કેસ સ્ટડી
Advertisement
  • VGRC -₹૧૩૦ કરોડનું રોકાણ: ગુજરાતનો 'બ્લૂ ફ્લેગ' શિવરાજપુર બીચ કચ્છ-સૌરાષ્ટ્ર ટુરિઝમ રોકાણનું નવું કેન્દ્ર
  • વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) ૨૦૨૬માં કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિકાસમાં રોકાણની વિપુલ તકો ઉજાગર કરાશે

VGRC : ગુજરાતનો પ્રવાસન-Tourism of Gujarat ક્ષેત્ર આજે વૈશ્વિક ગુણવત્તાના ધોરણો અને ટકાઉ વિકાસની દિશામાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આ વિકાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ કેન્દ્રસ્થાને છે, જે રાજ્યનો પ્રથમ 'ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ' છે. આ બીચના સર્વાંગી વિકાસ માટે TCGL દ્વારા કરવામાં આવેલું ₹૧૩૦ કરોડનું મહત્વાકાંક્ષી રોકાણ હવે આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) રાજકોટ-૨૦૨૬ માં પ્રવાસન રોકાણ માટેનું મુખ્ય આકર્ષણ બનવા તૈયાર છે.

VGRC -આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ: 'દેખો અપના દેશ'નું સપનું સાકાર

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "દેખો અપના દેશ" અભિયાનને અનુરૂપ, શિવરાજપુર બીચનું રૂપાંતર ભારતીય પ્રવાસીઓને વિદેશ ગયા વિના જ વિશ્વ-સ્તરીય બીચ અને આધુનિક સુવિધાઓનો આનંદ પૂરો પાડે છે.

Advertisement

શિવરાજપુર, જે ગુજરાતના ૨૩૪૦ કિમી લાંબા દરિયાકાંઠામાં સૌથી સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને પરિવારમિત્ર બીચોમાનું એક છે, તેને **'બ્લૂ ફ્લેગ'**નો પ્રતિષ્ઠિત દરજ્જો મળ્યો છે. આ વૈશ્વિક માન્યતા સૂચવે છે કે બીચ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સુવિધાઓ, સલામતીના ઉચ્ચ ધોરણો અને આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે.

Advertisement

VGRC વિકાસના કાર્યો અને માસ્ટર પ્લાનિંગ

₹૧૩૦ કરોડના રોકાણથી શિવરાજપુર બીચ પર અનેકવિધ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે:

  • નવીન સુવિધાઓ: અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ ઝોન, સાયકલ ટ્રેક, બીચ પ્રોમેનેડ, સ્લજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ.

  • પ્રવાસી સુવિધાઓ: ચેન્જિંગ રૂમ, શાવર એરિયા, બાળકો માટે આકર્ષક ખેલ વિસ્તારો.

  • માર્ગ વિકાસ: માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹૩.૯૩૦ કરોડના વધારાના ખર્ચે ૧૧ કિમીથી વધુ નવા રસ્તાઓનો વિકાસ હાથ ધરાયો છે.

સાથે જ, દ્વારકા, બેટ દ્વારકા અને શિવરાજપુર સમગ્ર પ્રવાસન પટ્ટીનું સુવ્યવસ્થિત માસ્ટર પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે, જે આ વિસ્તારને વધુ આકર્ષક બનાવશે.

 VGRC ૨૦૨૬: રોકાણકારો માટે 'મોડલ કેસ સ્ટડી'

તારીખ ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન રાજકોટમાં યોજાનારી VGRC આ વિકાસને રોકાણકારો સમક્ષ રજૂ કરશે. શિવરાજપુર બીચનો સફળ વિકાસ પ્રોજેક્ટ રોકાણકારો માટે એક ‘મોડલ કેસ સ્ટડી’ બનશે.

રોકાણ માટેની નવી તકો:

  • પ્રીમિયમ કોસ્ટલ રિસોર્ટ્સ

  • આધુનિક હોસ્પિટાલિટી ક્ષેત્ર

  • વોટર સ્પોર્ટ્સ અને સાહસિક પ્રવાસન

  • ઇકો-ટુરિઝમ અને હેરિટેજ હોસ્પિટાલિટી

  • દ્વારકા આસપાસ આધ્યાત્મિક સર્કિટ્સ

કચ્છના રણથી લઈને ગીરના ઇકો-ઝોન અને દ્વારકાના ધર્મપ્રવાસ સુધી, રાજ્યના પશ્ચિમ દરિયાકાંઠામાં પ્રવાસન સર્કિટના વિકાસ માટે રોકાણ કરવાનો આ સૌથી અનુકૂળ સમય છે. VGRCનું મિશન ‘રોકાણને મૂડી સાથે અને મૂડીને અવસર સાથે જોડવું’ છે, અને પ્રવાસન ક્ષેત્ર આમાં સૌથી પ્રભાવશાળી ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે.

આ પણ વાંચો : Rajkot: ગોંડલના 3 બાળકોની આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક, UCMAS મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં સેકન્ડ રનર અપનું સન્માન

Tags :
Advertisement

.

×