ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat રેલવે સ્ટેશન પાસે VHP કાર્યકર્તાઓ દ્વારા ધર્મગુરુ પર હુમલાની ઘટનાના વિરોધમાં ધરણા પ્રદર્શન

Surat: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યારે ખુબ જ અત્યાચાર થઈ રહ્યો હોવાનું અવારનવાર સામે આવે છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા હવે સુરત ખાતે પણ પડ્યાં છે.
07:46 PM Dec 02, 2024 IST | VIMAL PRAJAPATI
Surat: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યારે ખુબ જ અત્યાચાર થઈ રહ્યો હોવાનું અવારનવાર સામે આવે છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા હવે સુરત ખાતે પણ પડ્યાં છે.
Surat
  1. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા,
  2. ભારત સરકારે પગલાં ભરવાની જરૂર:VHP
  3. ભારતમાં અનેક બાંગ્લાદેશી જીવન નિર્વાહ કરે છે:VHP

Surat: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યારે ખુબ જ અત્યાચાર થઈ રહ્યો હોવાનું અવારનવાર સામે આવે છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા હવે સુરત ખાતે પણ પડ્યાં છે. સુરત રેલવે સ્ટેશન પાસે VHP કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. નોંધનીય છે કે, અત્યારે બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ સાથે બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થતી હિંસનો વિરોઘ પણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Ahmedabad પોલીસ કમિશનરે 14 PIની બદલીના આપ્યા આદેશ, વાંચો આ અહેવાલ

ધર્મગુરુ પર હુમલાની ઘટનાના વિરોધમાં ધરણા પ્રદર્શન

VHP એ કહ્યું કે, ‘બાંગ્લાદેશનું નિર્માણ દેશના હિંદુઓના કરના રૂપિયાના કારણે થયું છે. હવે એ જ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં થતા સાધુ સંતો પર અત્યાચાર નહીં સહી લેવામાં આવે. છતાં સ્થાનિક સરકાર સાધુઓ અને હિંદુઓ પર થતા અત્યાચારને નહીં અટકાવી શકે તો ભારત સરકારે પણ પગલાં ભરવાની જરૂર છે. ભારતમાં અનેક બાંગ્લાદેશી જીવન નિર્વાહ કરે છે, જે લોકો સામે પણ પગલાં ભરવા જોઈએ,’

આ પણ વાંચો: રાજુલાના કડીયાળી ગામના 4 વ્યક્તિઓની આત્મવિલોપનની ચીમકી, જાણો શું છે મામલો

સાધુ સંતો પર અત્યાચાર નહીં સહી લેવામાં આવે: VHP

નોંધનીય છે કે, આગામી સમયમાં VHP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચરવામાં આવી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ થઈ રહેલા અત્યાચારને લઈને અત્યારે ભારતના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થાય છે અને જેમાં બાંગ્લાદેશમાં વસતા હિંદુઓને સમર્થન આપવામાં આવ્યું છે અને ત્યાની સ્થાનિક સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિર ખાતે પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Gondal Marketing Yard ડુંગળીની આવકથી ઉભરાયું, બીજી જાહેરાત ન થાય ત્યા સુધી આવક કરાઈ બંધ

Tags :
Bangladesh hindu attackGujarati NewsSuratSurat newsSurat Railway StationVHPVHP in SuratVHP WorkerVHP Worker in suratVimal Prajapati
Next Article