ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vibrant Navratri 2025 : ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવ

અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ
10:55 AM Sep 23, 2025 IST | Kanu Jani
અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ

 

Vibrant Navratri 2025 : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ (GMDC Ground)માં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ “આહવાન માં આદ્યશક્તિ” થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિથી કરાવ્યો હતો.

સાંસ્કૃતિક પ્રસ્તુતિના અંતમાં, મુખ્યમંત્રી તથા મંત્રી સહિતના મહાનુભાવો માં જગદંબાની ભક્તિભાવપૂર્વક આરતી કરીને મહાઆરતીમાં સહભાગી થયા હતા.

પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિના આ ભવ્ય ઉત્સવનો પ્રારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રીશ્રીઓ  જગદીશ વિશ્વકર્મા(Jagadish Vishwakarma), કુંવરજીભાઈ હળપતિ (Kunvarji Halpati) તથા અમદાવાદના મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈનની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

Vibrant Navratri 2025: નવરાત્રિના પ્રથમ દિવસે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મનો અમલ

મુખ્યમંત્રીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવરાત્રિના પ્રથમ દિવસે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની આપેલી ભેટથી આ વર્ષ નો વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે.

તેમણે નવરાત્રિના આ તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાનશ્રીએ આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો.

 નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન

મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વે નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો-ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયાર કરેયલી કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહિ, કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતુ.

આ પ્રસંગે અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના અધ્યક્ષ  પ્રભવ જોષી, સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2025-Vibrant Navaratri 2025 માણવા દેશ-વિદેશથી પધારેલા મહેમાનો તેમજ અમદાવાદના નગરજનો પણ આ ભવ્ય ઉત્સવના શુભારંભ પ્રસંગે સહભાગી થયા હતા.

આ પણ વાંચો : ચાર પૈડાં પર ફરતી લાઇબ્રેરીએ હજારો બાળકોની ઉત્સુકતા સંતોષી

Tags :
CM Bhupendra PatelGMDC GROUNDJagadish VishwakarmaKunvarji HalpatiVibrant Navratri 2025
Next Article