ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vibrant Summit 2024 : વિશ્વ નેતાઓ સાથે PM મોદીનો ગ્રુપ ફોટો

Vibrant Gujarat Summit 2024 : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ -2024 (10મી આવૃત્તિ) (Vibrant Gujarat Summit 2024) ની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આજે વાઇબ્રાન્ટ ગુજરાત શિખર સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે....
02:38 PM Jan 10, 2024 IST | Maitri makwana
Vibrant Gujarat Summit 2024 : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ -2024 (10મી આવૃત્તિ) (Vibrant Gujarat Summit 2024) ની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આજે વાઇબ્રાન્ટ ગુજરાત શિખર સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે....

Vibrant Gujarat Summit 2024 : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ -2024 (10મી આવૃત્તિ) (Vibrant Gujarat Summit 2024) ની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આજે વાઇબ્રાન્ટ ગુજરાત શિખર સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ સમિટ 12 જાન્યુઆરી સુધી ચાલશે. આ વર્ષે Vibrant Gujarat ની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ રાખવામાં આવી છે. જેના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વના નેતાઓ સાથેની તસવીર જોવા મળી આવી છે.

10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે. આજે પીએમ મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 (Vibrant Gujaratનું ઉદ્દઘાટન કરાયુ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહી હતી.

સમિટમાં વિક્રમસર્જક 34 કન્ટ્રી પાર્ટનર

આ સમિટમાં વિક્રમસર્જક 34 કન્ટ્રી પાર્ટનર છે અને 16 સંસ્થાઓ ભાગીદાર તરીકે જોડાઈ છે. નોંધનીય છે કે, પીએમ મોદીએ મંગળવારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગાંધીનગરમાં દેશના સૌથી વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યુ હતું.

આ પણ વાંચો - VGGS 2024 : ગુજરાત પર થયો નાણાંનો વરસાદ, લાખો લોકોને રોજગારી મળશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
launchedpm modiVGGS 2024Vibrant Gujarat 2024Vibrant Gujarat Global Investors SummitVibrant Gujarat Global Summit-2024Vibrant Gujarat SummitVibrant Gujarat Summit 2024
Next Article