Surat ની SMIMER hostelની રૂમની બાલ્કનીમાં તાપણી કરતા હોવાનો Video Viral
- સુરતની સ્મીમેર હોસ્ટેલમાં ખતરનાક બેદરકારીનો વીડિયો આવ્યો સામે
- હોસ્ટેલના રૂમની બાલ્કનીમાં તાપણી કરતા હોવાનો વીડિયો વાયરલ
- વાયરલ વીડિયો બાદ હવે તંત્ર આવ્યું એક્શનમાં
- હોસ્પિટલના ડીને સમગ્ર મુદ્દે આપ્યા તપાસના આદેશ
Surat:સુરત (Surat)મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના કેમ્પસ(SMIMERhostel)માં આવેલી બોયઝ હોસ્ટેલમાં બાલ્કની ના ભાગે જોખમી રીતે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા આગ સળગાવી તાપણું કરવામાં આવતું હોવાના વાયરલ વિડીયો બાદ હોસ્પિટલના ડીન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્ટેલના રૂમમાં આવેલી બાલ્કની ના ભાગે વિદ્યાર્થીઓ તાપણું કરતા વાયરલ વીડિયોમાં જોવા મળ્યા હતા. જો આગનીજ વાળાઓ વિકરાળ બને તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી હોત. જે ઘટનાનો વિડીયો સ્થાનિક વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા મોબાઇલમાં કંડારી સોશિયલ મીડિયા (Viralvide)પર વાયરલ કરાવતા તંત્રએ તપાસના આદેશ આપવાની ફરજ પડી હતી. જોકે તપાસ બાત કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે એક મોટો સવાલ છે.
બોયઝ હોસ્ટેલ વિવાદમાં આવી
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલ વિવાદમાં આવી છે. નવા નવા કેમ્પસમાં આવેલી અલગ અલગ બોયઝ હોસ્ટેલો ભૂતકાળમાં પણ વિવાદોમાં આવી ચૂકી છે. પછી તે દારૂની મહેફિલની વાત હોય કે પછી લલનાને બોલાવવાની વાત હોય અલગ અલગ વિવાદોમાં બોયઝ હોસ્ટેલ અગાઉ વિવાદોના ઘેરામાં આવી ચૂકી છે.ત્યાં ફરી એક વિવાદ બોયઝ હોસ્ટેલનો સામે આવ્યો છે. જેમાં હોસ્ટેલના બીજા માળે આવેલા રૂમની બાલ્કની માં મેડિકલ ના વિદ્યાર્થીઓ દ્વારા આગ સળગાવી કડકડતી ઠંડીથી બચવા તાપણું કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓની ગંભીર બેદરકારીના કારણે મોટી દુર્ઘટના
ત્યારે બીજી જોખમી રીતે બાલ્કની ના ભાગે તાપણું કરવામાં આવતા સ્થાનિક વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો મોબાઇલમાં કંડારવામાં આવ્યો હતો. જે વાયરલ વિડીયો ની અંદર વિદ્યાર્થીઓ બીજા માટે બાલકનીના ભાગે તાપણું કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં પરંતુ વાયરલ વિડીયો ની અંદર આગનીજ વાળા ઉંચી જતા પણ જોવા મળી હતી. જો આ સમય દરમિયાન આગ વધુ વિકરાળ બને અને હોસ્ટેલમાં આગ વધુ પ્રસરી જાય તો દુર્ઘટના બનવાની પણ શક્યતા રહેલી હોત. જે વિદ્યાર્થીઓની ગંભીર બેદરકારીના કારણે મોટી દુર્ઘટના પણ બની હોત.
આ પણ વાંચો -સુરતમાં વેપારીના આપઘાત મામલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
વાયરલ વિડીયો બાદ તંત્ર હરકતમાં આવ્યું
બોયઝ હોસ્ટેલમાં મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા બાલ્કની ના ભાગે તાપણું કરવાના આ વાયરલ વિડીયો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. વાયરલ વિડીયો અંગેના તપાસના આદેશ હોસ્પિટલના ડીન દ્વારા આપવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાત ફર્સ્ટ ની ટીમ દ્વારા જે સ્થળ પર વિદ્યાર્થીઓ દ્વારા રૂમની બાલ્કની માં તાપણું કરવામાં આવ્યું હતું તે સ્થળની રિયાલિટી ચેક કરવામાં આવી હતી.જે રિયાલિટી ચેક માં વાયરલ વિડિયો હોસ્પિટલ ના બોયઝ હોસ્ટેલનો હોવાનું સામે આવ્યું હતું.જ્યાં માત્ર સ્મીમેર ના સતાધીશો દ્વારા આ બાબતેની જાહેરાત કરવાની બાકી છે.પરંતુ આટલી ગંભીર બેદરકારી મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.જે મેડિકલ કોલેજના વિધાર્થીઓએ સમજવાની જરુર છે.જો કે તપાસ બાદ સત્તાધીશો આ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.