Vadodara Cricket: પાદરાની દીકરી વિધિ પરમારનું ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન, પરિવારમાં ખુશીનો માહોલ
માત્ર 17 વર્ષની વયે ક્રિકેટના મેદાનમાં વિધિ પરમારે એવી તો કમાલ કરી કે આખા દેશની નજર તેના પર ટકેલી છે. ધોરણ 12માં ભણતી આ દીકરીએ નાની ઉંમરે જે સિદ્ધિ મેળવી છે તે જાણીને દરેક ગુજરાતીનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જશે. પાદરાના આંગણે તો જાણે ઉત્સવનો માહોલ છવાયો છે.
Advertisement
Vidhi Parmar Indian Cricket Team: વડોદરા જિલ્લાના પાદરા તાલુકા માટે અત્યંત ગર્વની ક્ષણ સામે આવી છે. પાદરાની પ્રતિભાશાળી દીકરી વિધિ હસમુખ પરમારની ભારતીય અન્ડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. માત્ર 17 વર્ષની વયે આ સિદ્ધિ હાંસલ કરનાર વિધિ હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે. પોતાની મહેનત અને લગનના જોરે તેણે ક્રિકેટના મેદાનમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

