ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vijay Suvada એ દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગી, જુઓ આ Video

મેં જે આક્ષેપો કર્યા હતા તે તમામ પાયાવિહોણા હતાઃ Vijay Suvada વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા સામે થઈ હતી ફરિયાદ પોતે માફી માંગતા હોય તેવો એક વીડિયો વાયરલ કર્યો Vijay Suvada: ગુજરાતી ગીતકાર વિજય સુવાળા છેલ્લા કેટલાય...
10:32 AM Aug 29, 2024 IST | VIMAL PRAJAPATI
મેં જે આક્ષેપો કર્યા હતા તે તમામ પાયાવિહોણા હતાઃ Vijay Suvada વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા સામે થઈ હતી ફરિયાદ પોતે માફી માંગતા હોય તેવો એક વીડિયો વાયરલ કર્યો Vijay Suvada: ગુજરાતી ગીતકાર વિજય સુવાળા છેલ્લા કેટલાય...
Vijay Suvada
  1. મેં જે આક્ષેપો કર્યા હતા તે તમામ પાયાવિહોણા હતાઃ Vijay Suvada
  2. વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા સામે થઈ હતી ફરિયાદ
  3. પોતે માફી માંગતા હોય તેવો એક વીડિયો વાયરલ કર્યો

Vijay Suvada: ગુજરાતી ગીતકાર વિજય સુવાળા છેલ્લા કેટલાય દિવસથી વિવાદમાં સપડાયા હતા. વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા સામે ફરિયાદ થઈ હતી. આ દરમિયાન વિજય સુવાળા (Vijay Suvada)એ દિનેશભાઈ પર આક્ષેપો કર્યા હતા. જો કે, અત્યારે પોતે માફી માંગતા હોય તેવો એક વીડિયો વાયરલ કર્યો છે. મે જે આક્ષેપો કે નિવેદનો આપ્યા હતા તે તમામ તદ્દન ખોટા અને પાયાવિહોણા હતા તેવું વીડિયોમાં વિજય સુવાળા કહીં રહ્યા છે.

આ પણ વાંચો: Bharuch: ભારે વરસાદને પગલે ખેતરો સરોવરમાં ફેરવાયા, લાખોના નુકસાનની આશંકા

દિનેશભાઈ આ બાબતે સંપૂર્ણ સાચા છેઃ વિજય સુવાળા

વધારે વિગતે વાત કરવામાં આવે તો વિજય સુવાળાએ કહ્યું કે, ‘આજરોજ તારીખ 29/08/2024 ના રોજ હુ વિજય સુંવાળા જાહેર મંચના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસોથી અમારા સમાજના દિનેશભાઈ (અડીસણાનુપરુ) સાથે ચાલતા વિવાદમાં જે મેં તેમના પર જે આક્ષેપો કે નિવેદનો આપ્યા હતા. તે તમામ તદ્દન ખોટા અને પાયાવિહોણા હતા. દિનેશભાઈ આ બાબતે સંપૂર્ણ સાચા છે મેં જે પણ આક્ષેપો કર્યા હતા તે તમામ આક્ષેપો મેં આવેશમાં આવી મારી જીભ લથળી જતા કર્યા હતા. આ બાબતે હું દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગુ છુ. આ બાબતે અમારે સામાજીક આગેવાનોની મધ્યસ્થી દ્વારા સમાધાન થઈ ગયેલ છે જેથી સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ આ તમામ ઝગડાનો અંત લાવવા સૌને નમ્ર વિનંતી.’

આ પણ વાંચો: Jetpur: ભાદર 1 ડેમ સતત ઓવરફ્લો, નીચાણવાળા 22 ગામોને કરાયા એલર્ટ

આખરે શું હતો વિજય સુવાડા અને દિનેશ દેસાઈનો વિવાદ?

વિજય સુવાડા અને દિનેશ દેસાઈ બન્ને પહેલા મિત્રો હતા અને મિત્રોમાંથી તેમની દુશ્મનાવટ ઉભી થઈ હતી.વર્ષ 2020માં વિજય સુવાડા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુ:ખ થયુ હતું જેના કારણે તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો. પહેલી જુલાઇના રોજ દિનેશ તેના ઘરે હાજર હતો ત્યારે વિજય સુવાડાનો ફોન આવ્યો અને ધમકી આપી હોવાના ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા. પરંતુ દિનેશભાઇ ફોન ઉઠવવાનું બંધ કરી દેતા જુદા જુદા નંબર પરથી કોલ કરવાનું શરૂ કર્યું હતું. અને થોડા દિવસ બાદ વાહનો સાથે નિવાસસ્થાને ધમકી આપવા પહોંચતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Gujarat: પોરબંદર અને જામનગરમાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ આ Video

Tags :
AhmedabadGujaratGujarati NewsVijay SuvadaVijay Suvada VideoVimal Prajapati
Next Article