Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vikasdeep Yojana : પિતા જેલની ચાર દીવાલોમાં, પુત્ર સમાજની સેવામાં

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે 'વિકાસદીપ' યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું ગૌરવશાળી સન્માન કરાયું. જાણો કેવી રીતે જેલના બંદીવાનોના પુત્રોએ પોલીસ અને ક્લાર્ક તરીકે સફળતા મેળવી સમાજમાં નવો રાહ ચીંધ્યો છે. સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ગુનો અને સજા વ્યક્તિના જીવનની સાથે તેના પરિવારના ભવિષ્ય પર પણ ગ્રહણ લગાડી દે છે. પરંતુ, ગુજરાત રાજ્યના જેલ વિભાગે આ માન્યતાને તોડીને 'સુધારણા અને પુનઃસ્થાપન'-JailReforms નો નવો રાહ ચીંધ્યો છે.
vikasdeep yojana   પિતા જેલની ચાર દીવાલોમાં  પુત્ર સમાજની સેવામાં
Advertisement
  • Vikasdeep Yojana: જેલની ચાર દીવાલો બહાર ઉગ્યો સફળતાનો સૂરજ: 'વિકાસદીપ' યોજના હેઠળ બંદીવાનોના સંતાનોનું બહુમાન

Vikasdeep Yojana : અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે 'વિકાસદીપ' યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું ગૌરવશાળી સન્માન કરાયું. જાણો કેવી રીતે જેલના બંદીવાનોના પુત્રોએ પોલીસ અને ક્લાર્ક તરીકે સફળતા મેળવી સમાજમાં નવો રાહ ચીંધ્યો છે.

સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ગુનો અને સજા વ્યક્તિના જીવનની સાથે તેના પરિવારના ભવિષ્ય પર પણ ગ્રહણ લગાડી દે છે. પરંતુ, ગુજરાત રાજ્યના જેલ વિભાગે આ માન્યતાને તોડીને 'સુધારણા અને પુનઃસ્થાપન'-JailReforms નો નવો રાહ ચીંધ્યો છે. જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી, પરંતુ પરિવર્તનની પાઠશાળા છે તે વાતને સાર્થક કરતા 'વિકાસદીપ' યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક ગૌરવશાળી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જેલના બંદીવાનોના તેજસ્વી સંતાનોને તેમની શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી સિદ્ધિઓ માટે બિરદાવવાનો હતો.

Advertisement

Vikasdeep Yojana -જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી, પરંતુ પરિવર્તનની પાઠશાળા છે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Deputy CM Harsh Sanghavi)ના માર્ગદર્શન હેઠળ અમલી 'વિકાસદીપ' યોજના હેઠળ આયોજિત આ સમારોહમાં રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ કરીને બે યુવાનોની સફળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી:

Advertisement

  1. રાજેન્દ્રસિંહ જાડેજા (બંદીવાન) ના પુત્ર: જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024માં સફળતા મેળવી 'અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ' તરીકે પસંદગી પામી પિતાના સંઘર્ષને નવો આયામ આપ્યો છે.

  2. સુરસંગભાઈ સોલંકી (જેલમુક્ત પાકા બંદીવાન) ના પુત્ર: જેમણે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે 'જુનિયર ક્લાર્ક' તરીકે નિમણૂંક મેળવી છે.

આ બંને તેજસ્વી યુવાનોને ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે રૂા. ૧૫,૦૦૧/-નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો અને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે DGP એ જણાવ્યું હતું કે, બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે જેલ વિભાગ હંમેશા કાર્યરત રહેશે.

Vikasdeep Yojana-છેલ્લા બે વર્ષની સિદ્ધિઓનું સરવૈયું

જેલ પ્રશાસન દ્વારા માત્ર બાળકો જ નહીં, પરંતુ જેલની અંદર રહેલા બંદીવાનો માટે પણ 'એક નઈ ઉમ્મીદ' જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેના આંકડાકીય વિગતો નીચે મુજબ છે:

તારીખયોજના / લાભાર્થીપ્રોત્સાહન રકમ (રૂા.)
૧૨/૦૮/૨૦૨૪૫૭ બંદીવાનો (ધો. ૧૦, ૧૨ અને ઉચ્ચ પરીક્ષા)૭૪,૦૫૭/-
૨૧/૧૧/૨૦૨૪૩૯ બંદીવાનોના બાળકો૫૪,૦૩૮/-
૨૫/૦૬/૨૦૨૫૩૮ બંદીવાનોના બાળકો૪૭,૫૩૮/-
૨૫/૦૬/૨૦૨૫૫૧ બંદીવાનો (શિક્ષણ ક્ષેત્રે સફળતા)૫૭,૫૫૧/-
૨૨/૦૧/૨૦૨૬૧૦ બંદીવાનોના બાળકો અને ૧ બંદીવાન૧૩,૦૦૧/-

આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક  ગૌરવ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ મધ્યસ્થ જેલ-Ahmedabad CentralJailનો આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે જો યોગ્ય તક અને પ્રોત્સાહન આપવામાં આવે તો પશ્ચાતાપની આગમાં તપેલા બંદીવાનોના સંતાનો પણ સમાજ માટે 'વિકાસનો દીપ' બની શકે છે.

જેલ વિભાગની આ માનવીય અભિગમવાળી પ્રવૃત્તિઓ ગુનાખોરી મુક્ત સમાજ તરફનું એક મજબૂત ડગલું છે. જ્યારે ગુનેગારના સંતાનો સરકારી તંત્રનો હિસ્સો બને છે, ત્યારે તે માત્ર એક નોકરી નથી હોતી, પરંતુ એક આખા પરિવારનું સામાજિક પુનઃસ્થાપન હોય છે.

આ પણ વાંચો: Surat ના ઉદ્યોગ જગતમાં ફફડાટ, લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રુપ પર IT ના દરોડા

Tags :
Advertisement

.

×