Surat માં રાજસ્થાન સમાજના લોકપ્રિય નેતા વિક્રમસિંહ શેખાવતનું નિધન, અનેક રાજકીય નેતાઓ હાજર
સુરતની સામાજિક ચેતનાના પ્રતીક સમાન રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ વિક્રમસિંહ શેખાવતનું અચાનક નિધન થતા ઘેરો શોક સર્જાયો છે. હોસ્પિટલ પહોંચેલા ભાજપના દિગ્ગજ નેતાઓ અને સમાજના અગ્રણીઓની હાજર રહ્યા હતા.
Advertisement
- Surat માં રાજસ્થાન સમાજના અગ્રણીનું હાર્ટ એટેકથી નિધન
- રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ વિક્રમસિંહ શેખાવતે અંતિમ શ્વાસ લીધા
- સિવિલ હોસ્પિટલ પહોંચ્યા સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ રાજકીય નેતાઓ
- પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ
- હાર્ટ એટેકના કારણે અકાળે અવસાન થતા સમાજમાં શોકનું મોજું
- વિક્રમસિંહનો પાર્થિવ દેહ વિમાન મારફતે અંતિમ સંસ્કાર માટે રાજસ્થાન લઈ જવાશે
Surat News : ડાયમંડ સિટી સુરતમાં (Surat) વસતા રાજસ્થાન સમાજ માટે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન યુવા સંઘના (Rajasthan Yuva Sangh) અધ્યક્ષ અને સમાજના અગ્રણી નેતા વિક્રમસિંહ શેખાવતનું (Vikram Singh Shekhawat) હૃદયરોગના હુમલાને (Heart Attack) કારણે અકાળે નિધન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજસ્થાન સમાજ સહિત સુરતના રાજકીય વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

