Viksit Bharat Sankalp Sammelan: વિકાસના 12 વર્ષની સફર હવે જનસંવાદના મંચ પર
Viksit Bharat Sankalp Sammelan: વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતના તમામ જિલ્લા મથકોએ 8 થી 14 જૂન 2026 દરમિયાન સંકલ્પ સંમેલન યોજાશે. 'બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના' વિષય પર તજજ્ઞો અને મહાનુભાવો માર્ગદર્શન આપશે.
છેલ્લા બાર વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળ દેશે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ"ના મંત્ર સાથે કેન્દ્ર સરકારે છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ પહોંચાડવાનો સતત પ્રયાસ કર્યો છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જનભાગીદારીને કેન્દ્રસ્થાને રાખી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ જ દિશામાં ગુજરાતમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Viksit Bharat Sankalp Sammelan: લોકકલ્યાણની યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી
ગુજરાતના દરેક જિલ્લા મથકોએ તા. 9 થી 14 જૂન, 2026 દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજવામાં આવશે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા, રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા તેમજ લોકકલ્યાણની યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે પ્રભારી મંત્રી, સંસદસભ્ય તેમજ પ્રદેશ કક્ષાએથી નિમણૂંક પામેલા વિશેષ વક્તાઓ ઉપસ્થિત રહેશે. તેઓ “બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના” વિષય પર માર્ગદર્શન આપશે.
Viksit Bharat Sankalp Sammelan: વ્યાપક જનભાગીદારી સાથે સમ્મેલનોનું આયોજન
આ કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, નિષ્ણાતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ પણ હાજરી આપશે. ઉપરાંત વિવિધ એસોસિએશનો, યુનિવર્સિટીઓ, રમતગમત સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના સહયોગથી કાર્યક્રમને વ્યાપક જનભાગીદારી સાથે સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
સમાજના દરેક વર્ગની સહભાગિતા સુનિશ્ચિત કરવા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાઓ, પ્રગતિશીલ ખેડૂતો, રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ તેમજ સાહિત્ય, કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવોને પણ આમંત્રિત કરવામાં આવશે.
કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં બે કાર્યક્રમો જ્યારે અન્ય જિલ્લાઓમાં એક કાર્યક્રમ યોજાશે.
‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ વિકાસયાત્રામાં જનભાગીદારીનું સશક્ત માધ્યમ છે.
મોદી સરકારના બાર વર્ષના કાર્યકાળ દરમિયાન વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના જે મજબૂત પાયા ઊભા થયા છે, તેને વધુ વ્યાપક બનાવવાનો આ પ્રયાસ છે. સમાજના દરેક વર્ગને સાથે લઈને આત્મનિર્ભર, સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધવા માટે આવા સંમેલનો મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો : World Bicycle Day : સાયકલ-માત્ર વાહન નહીં, આજના યુગની અનિવાર્ય જરૂરિયાત


