Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: જમ્મુ-કાશ્મીરમાં થયેલ હુમલાને લઈ કલેક્ટરનું નિવેદન, ભાવનગરના એક પ્રવાસી ઘાયલ

જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં ભાવનગરનાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાનું ભાવનગર કલેક્ટરે જણાવ્યું હતું.
bhavnagar  જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાને લઈ  કલેક્ટરનું નિવેદન  ભાવનગરના એક પ્રવાસી ઘાયલ
Advertisement
  • ભાવનગર કલેક્ટર મનિષ કુમાર બંસલનું નિવેદન
  • ભાવનગરના વિનોદ ભટ્ટ ઘાયલ થયા
  • ગુજરાત સરકાર જમ્મુ કશ્મીર સરકારના સંપર્કમાં

જમ્મુ અને કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગર કલેક્ટર મનિષકુમાર બંસલ દ્વારા આતંકી મુદ્દાને લઈ નિવેદન આપ્યું છે. ભાવનગરનાં વિનોદભાઈ ભટ્ટ્ ઈજાગ્રસ્ત થયા હોવાનું કલેક્ટર દ્વારા જણાવ્યું હતું. તેમજ ગુજરાત સરકાર જમ્મુ કાશ્મીર સરકારનાં સંપર્કમાં છીએ. તેમજ વિનોદ ભટ્ટ વિશે માહિતી મેળવી રહ્યા છીએ.

Advertisement

પ્રવાસીઓમાં ગુજરાતીઓ હોવાની માહિતી મળી: હર્ષ સંઘવી

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. તેમજ પ્રવાસીઓમાં ગુજરાતી હોવાની માહિતી મળી છે. ગુજરાતીઓને તમામ બનતી સહાય કરવામાં આવશે.

Advertisement

આતંકી હુમલામાં ગુજરાતના 3 પર્યટકો ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં એકનું મોત થયું હતું. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં મોનિકા પટેલ, વિનુ ભટ્ટ અને રિનો પાંડેય ઈજાગ્રસ્ત થયા છે. વિનુભાઈ પટેલ ભાવનગરના છે જેઓ ઈજાગ્રસ્ત થયા છે.

Tags :
Advertisement

.

×