Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar By-election : AAP- કોંગ્રેસ ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલે કરી સ્પષ્ટતા, કહ્યું- વાત કર્યા વગર.!

શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, લોકસભાની ચૂંટણી વખતે ભાવનગર, ભરૂચની બેઠકો આપેલી, ગઠબંધન ટકે તે માટે મોટું મન રાખ્યું હતું.
visavadar by election   aap  કોંગ્રેસ ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલે કરી સ્પષ્ટતા  કહ્યું  વાત કર્યા વગર
Advertisement
  1. Visavadar By-election માં AAP અને કોંગ્રેસનાં ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલે કરી સ્પષ્ટતા
  2. લોકસભાની ચૂંટણી વખતે ભાવનગર, ભરૂચની બેઠકો આપી, ગઠબંધન ટકે તે માટે મોટું મન રાખ્યું- શક્તિસિંહ ગોહિલ
  3. દિલ્હીમાં આપે ગઠબંધન નહીં કરીએ તેવી જાહેરાત કરી : શક્તિસિંહ ગોહિલ
  4. વિસાવદરમાં વાત કર્યા વગર એક તરફી ઉમેદવાર જાહેર કર્યા, આવું ગઠબંધન ન ચાલે : શક્તિસિંહ ગોહિલ

જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર બેઠક પર આવનારા દિવસોમાં પેટાચૂંટણી (Visavadar By-election) યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP ગઠબંધન કરશે કે નહીં તે અંગેની ચર્ચાઓ વેગવંતી થઈ હતી. જો કે, આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને (Gopal Italia) મેદાને ઉતાર્યા બાદ ચર્ચાઓને પૂર્ણવિરામ લાગ્યો છે. પરંતુ, હવે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - Gujarat Cyclone Alert : હવામાન નિષ્ણાંતોની કડાકા-ભડાકા સાથેની વરસાદની આગાહી, ગુજરાતમાં કેટલાક ભાગોમાં જળમગ્ન થશે

Advertisement

હરિયાણામાં કોંગ્રેસની હાર થાય તે માટે ઉમેદવારો ઊભા રાખ્યા : શક્તિસિંહ ગોહિલ

વિસાવદર ચૂંટણીમાં (Visavadar By-election) આપ અને કોંગ્રેસનાં ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, લોકસભાની ચૂંટણી વખતે ભાવનગર, ભરૂચની બેઠકો આપેલી, ગઠબંધન ટકે તે માટે મોટું મન રાખ્યું હતું. હરિયાણામાં કોંગ્રેસ (Congress) 100 ટકા વિજયી બને તેમ હતી પરંતુ, એ જ સમયે કેજરીવાલને જામીન ન્હોતા મળતા તે ઓટોમેટિક મળી ગયા અને હરિયાણામાં કોંગ્રેસની હાર થાય તે માટે ઉમેદવારો ઊભા રાખ્યા. જ્યારે દિલ્હીમાં આપે ગઠબંધન નહીં કરીએ તેવી જાહેરાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : પશુ બલિ અટકાવવા જતા વિજ્ઞાનજાથાની ટીમ, પોલીસ પર સ્થાનિકોનો હુમલાનો પ્રયાસ!

'વાત કર્યા વગર એક તરફી ઉમેદવાર જાહેર કર્યા તો આવું ગઠબંધન ન ચાલે'

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું કે, વિસાવદરમાં વાત કર્યા વગર એક તરફી ઉમેદવાર જાહેર કર્યા તો આવું ગઠબંધન ન ચાલે. રાષ્ટ્રીય મુદ્દાઓ પર ગઠબંધન છે અને રહેશે. કોંગ્રેસ વિસાવદરની બેઠક લડશે અને જીતશે. વિસાવદરની બેઠક ભૂતકાળમાં કોંગ્રેસ પાસે જ હતી. જો કે, વિસાવદર બેઠક પર પરેશ ધાનાણી (Paresh Dhanani) અને જેની ઠુમ્મરનાં નામની ચર્ચાઓ અંગે પૂછતા શક્તિસિંહ ગોહિલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું કે, સગપણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત ન હોય નક્કી થઈ જાય ત્યારે કંકોત્રી છપાવીએ એમ... કોણ વરરાજા છે ? એના નામ ડિક્લેર કરવાનાં ન હોય.

આ પણ વાંચો - Surat : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, સસ્તી દુકાન લેવાની લ્હાયમાં લાખો રૂપિયા ખોયા

Tags :
Advertisement

.

×