Visavadar Bypoll Election : માલીડા અને નવા વાઘણીયમાં આજે ફેર મતદાન યોજાયું, મતદારો વહેલી સવારથી ઉમટ્યાં
- 19મી જૂને Visavadar અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી
- જેમાંથી વિસાવદરમાં બોગસ મતદાનની ફરિયાદ કરવામાં આવી હતી
- આ ફરિયાદ બાદ ચૂંટણી પંચે માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજ્યું છે
Visavadar Bypoll Election : 19મી જૂને વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાંથી વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર બોગસ મતદાનની ફરિયાદો થઈ હતી. આ સમગ્ર ઘટનામાં સરકારી કર્મચારીએ રજૂ કરેલા રિપોર્ટ બાદ ચૂંટણી પંચ દ્વારા ફેર મતદાનનો નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે આજે વિસાવદર વિધાનસભા બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજાયું છે.
વહેલી સવારથી મતદારો ઉમટ્યા
આજે વિસાવદર વિધાનસભા બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજાયું છે. ચૂંટણી પંચે બોગસ મતદાનની ફરિયાદ બાદ ફેર મતદાનનો નિર્ણય લીધો હતો. આ ફેરમતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી જ મતદારો મતદાન માટો ઉમટી પડ્યાં છે. જો કે મતદારોમાં દુઃખની લાગણી પ્રવર્તમાન છે. કેટલાક મતદારો અનુસાર બીજીવાર મતદાન યોજાવાથી તેમના ગામની આબરુ પર બટ્ટો લાગ્યો છે.
આ પણ વાંચોઃ International Yoga Day 2025 : અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી, વૃક્ષારોપણના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
19મી જૂને વિસાવદરમાં 54.61 ટકા મતદાન
19મી જૂને જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણીમાં કુલ 54.61 ટકા મતદાન થયું હતું. જો કે વિસાવદર વિધાનસભા બેઠક પર બોગસ મતદાનની ફરિયાદો થઈ હતી. આ સમગ્ર ઘટનામાં સરકારી કર્મચારીએ રજૂ કરેલા રિપોર્ટ બાદ ચૂંટણી પંચ દ્વારા ફેર મતદાનનો નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે આજે વિસાવદર વિધાનસભા બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજાયું છે.